Home »Uttar Gujarat »Latest News »Banaskantha» 30 Asha Worker Detention Before Rally In Palanpur

પાલનપુરમાં ફિક્સ વેતનના વિરોધમાં રેલી કાઢે તે પહેલાં 30 આશાવર્કરોની અટકાયત

Ankit Vyas, Palanpur | Mar 18, 2017, 02:32 AM IST

પાલનપુર:બનાસકાંઠાની આશાવર્કરો બહેનો દ્વારા ફિક્સ વેતનના મુદ્દે 10 દિવસ અગાઉ હંગામો મચાવી જિલ્લા કલેક્ટર જેનુ દેવનને આવેદન પત્ર આપ્યુ હતું. પરંતુ આજ દિન સુધી તેમના પ્રશ્નોનો કોઇ ઉકેલ નહીં આવતાં  શુક્રવારે આશાવર્કર બહેનો કોઝી વિસ્તારમાં રેલી માટે એકત્ર થઇ હતી. જેને પગલે પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ જે.ડી.મેવાડા સહિત સ્ટાફ પોલીસવાન સાથે કલેક્ટર કચેરી બહાર તૈનાત કરાયા હતો. 

જ્યાં એક પછી એક આશાવર્કરો એકત્ર થતાંની સાથે જ પોલીસે મંજૂરી વગર રેલી યોજવા ભેગી થયેલી 30 ઉપરાંત આશાવર્કરો સરકાર વિરોધી ‘સરકાર હમસે ડરતી હૈ પુલીસ કો આગે કરતી હૈ’ અને અમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર કરતાં જ અટકાયત કરી પોલીસ હેડકવાર્ટર લઇ જવાઇ હતી. 
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 30 Asha worker detention before rally in Palanpur
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended