Home »Uttar Gujarat »Latest News »Banaskantha» 3 People Death In Accident After Stress In Chhapara And Hathidra

અકસ્માતમાં 3નાં મોતથી છાપરા અને હાથીદ્રામાં તણાવ,ચડોતરાની આશંકા

Bhaskar News, Palanpur | May 19, 2017, 00:26 AM IST

  • છાપરા અને હાથીદ્રામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
પાલનપુર:પાલનપુર તાલુકાના છાપરા નજીક મંગળવારે રાત્રે બે કમાન્ડર જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓના મોતના પગલે ગુરુવારે ચડોતરાની આશંકાના પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
 
અમીરગઢ તાલુકાના લેડીપાદર ગામે રહેતા પુનાભાઇ સોકળભાઇ તાઇવરની કમાન્ડર જીપમાં હડમોના ગામના કેશરીબેન સાદાભાઇ તાઇવર અને છાપરા ગામના લીંબાભાઇ લાલાભાઇ ડામોર સહિત અન્ય એક મંગળવારે લગ્ન પ્રસંગે ગયા હતા. 

ત્યાંથી મોડી રાત્રે હડમોના જતા હતા. તે સમયે છાપરા ગામની સીમમાં ડામોરવાસ નજીક હાથીદ્રા ગામના વાદળસિંગ મેતુસિંગ ડાભીએ કમાન્ડર જીપથી પુનાભાઇની જીપને ટક્કર મારી હતી. જેમાં લીંબાભાઇ લાલાભાઇ ડામોર (રહે. છાપરા, તા. પાલનપુર), પુનાભાઇ સોકળભાઇ તાઇવર (રહે. લેડીપાદર, તા. અમીરગઢ) અને કેશરીબેન સાદાભાઇ તાઇવરનું મોત થયું હતું. જેમાં એક વ્યક્તિની અંતમવિધી કરાઇ હતી. જ્યારે ગુરુવાર સુધી બે મૃતકોની અંતિમવિધી કરાઇ ન હતી. 

આદિવાસી સમાજ દ્વારા ચડોતરુ કરવાની આશંકાના પગલે પાલનપુર સીપીઆઇ એન.ડી. અસારી, પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ જે.ડી. મેવાડા સહિત પોલીસ કાફલા સાથે છાપરા ગામે પહોંચી ગયા હતા.  તમામ તસવીરો: અંકિત વ્યાસ
 
વધુ વાંચવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 3 people death in accident after Stress in chhapara and hathidra
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended