Home »Uttar Gujarat »Latest News »Banaskantha» 3 Arrested In Doctor Threat In Palanpur

તબીબોને ધમકી આપી ખંડણી માગનારા ત્રણ ઝબ્બે, સિરિયલ ઉપરથી લીધી દુષ્પ્રેરણા

Bhaskar News, Palanpur | Apr 14, 2017, 02:52 AM IST

પાલનપુર:  પાલનપુરમાં ચાર તબીબોને ફોન કરી ખંડણી માંગનારા ત્રણ શખસો ઝડપી લેવામાં જિલ્લાની એલસીબી-એસઓજીની ટીમનું ગુરુવારે સફળતા મળી હતી. ડ્રોની સ્કીમમાં દેવુ થઇ જતાં આ ગૂનાના માસ્ટર માઇન્ડે ટેલિવિઝન ઉપર આવતી ક્રાઇમ પેટ્રોલ સિરિયલ ઉપરથી દુષ્પ્રેરણા લઇ ગુનાને  અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક પુછતાછમાં શખસોએ જણાવ્યું હતું. દરમિયાન આ ટોળકીમાં સંડોવાયેલા અન્ય શખસોને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
 
પાલનપુરના તબીબ એચ.કે.ગૌસ્વામી, ડો.સુરેશકુમાર પ્રજાપતિ તેમજ અન્ય બે તબીબોને ફોન કરી રૂ. 1.10 લાખની ખંડણી માંગવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા નિરજ બડગુજરના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે.એચ.સિંઘવ, એસઓજી પીએસઆઇ ઓ.પી.સિસોદીયાએ સ્ટાફના ગણપતલાલ, બળવંતસિંહ, મહેશકુમાર સહિતના સ્ટાફ સાથે તપાસ હાથ ધરી હતી. જેમા ગણતરીના કલાકોમાં જ મોબાઇલ નંબરો ટ્રેસ કરી તેમજ બાતમીના આધારે ગુરુવારે ત્રણેય શખસોને તેમના ઘરેજ દબોચી લીધા હતા.

 ખંડણી માગી ધમકી આપનારા શખસો
 1.અશોક ગોદડભાઇ મોગા(પટેલ) (રહે.કુંભલમેર તા.પાલનપુર)
 2.શક્તિ જેસંગજી ઠાકોર(રહે.કાનોસણ તા.સરસ્વતી જી.પાટણ)
 3.ચિરાગભાઇ અરવિંદભાઇ બારોટ(રાવ)(રહે.સિપોર તા.વડનગર જી. મહેસાણા  હાલ રહે.ગાધીધામ આદીપુર ગોલ્ડનસીટી સોસાયટી)
 
વધુ વાંચવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 3 arrested in doctor threat in Palanpur
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended