Home »Trending On Web» A Webste Where Women Are Discussing Everyday Sexis

SEXISM સામે લડાઈ: મિત્રોએ રેપ કર્યો તેનાથી વધારે માતાએ શર્માવ્યા

divyabhaskar.com | Sep 15, 2012, 19:56 PM IST

શારીરિક છેડતી, સીટી વગાડવી, રાહદારીઓનું હોર્ન વગાડવું, અભદ્ર ટિપ્પણીઓ કરવી અથવા ઓફીસમાં દ્વિઅર્થી વાતો કરવી એ એવા અપરાધ છે, જેમાંથી બ્રિટિશ મહિલાઓને દરરોજ પસાર થવું પડે છે. માત્ર બ્રિટન જ શું, દુનિયાભરની મહિલાઓ આવા અપરાધનો રોજ સામનો કરે છે. ભારતમાં પણ મહિલાઓને યૌન અને કૌટૂંબિક હિંસામાંથી પસાર થવું એ સામાન્ય વાત થઈ ગઈ છે. પૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખીએ પણ પતિ સામે ફરિયાદ કરી છે. થોડા સમય પહેલાં જ એક યુવતિએ પોતાના બ્લોગ પર દિલ્હી મેટ્રોમાં હ્રદય કંપાવનારી ઘટનાની વાત કરી હતી. બ્રિટનમાં એક યુવતિએ વેબસાઈટ દ્વારા જંગ છેડી દીધી છે.ફ્રાંસની એક પત્રિકામાં પ્રકાશિત થયેલી બ્રિટિશના શાહી પરિવારની વહૂ કેટ મિડિલટનની ટોપલેસ તસવીરો પણ મહિલાઓ પ્રત્યે પુરુષ માનસિકતાનું તાજું ઉદાહરણ છે. મહિલાઓ કોઈને કોઈ રૂપમાં પુરુષના લાલચનો શિકાર બને છે અને કિંમત ચૂકવવી પડે છે. કેટની તસવીરોને તો વેંચવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે.'એવરી ડે સેક્સિઝમ' નામની વેબસાઈટ પર મહિલાઓ પોતાની સાથે થયેલી આવી જ ઘટનાઓ પર ટિપ્પણીઓ કરી રહી છે અને અનુભવો દર્શાવી રહી છે. એક યુવતિએ કહ્યું કે જ્યારે તેમના મિત્રએ બળાત્કાર કર્યો, ત્યારે માતાના સવાલોથી વધારે શરમમાં મુંકાઈ ગઈ હતી.26 વર્ષની લેખીકા અને સામાજિક કાર્યકર્તા લૌરા બેટ્સ દ્વારા શરૂ કરવામાં આવેલો આ પ્રોજેક્ટ મહિલાઓને પોતાની વાત કરવા માટે તક આપી રહ્યો છે. બેટ્સનું કહેવું છે કે પ્રોજેક્ટનું કાર્ય એ છે કે મહિલાઓ પર થતાં દૈનિક યૌન અપરાધ મહિલાઓ પર શું અસર પાડે છે અને તે કેટલા ભયાનક છે?લૌરાએ પાંચ મહિના પહેલા વેબસાઈટ શરૂ કરી હતી. વેબસાઈટ માટે લૌરાએ કોઈ ખાસ પબ્લિસિટી કરી નથી અને ટ્વિટર અને લોકોના મેસેજથી થતી પબ્લિસિટી પર જ વિશ્વાસ કર્યો. બેટ્સનો ઉદ્દેશ મહિલાઓ માટે એક એવું ફોરમ શરૂ કરવાનું હતું કે કોઈ પણ દિલ ખોલીને વાત કરી શકે.વેબસાઈટનું સ્લોગન કહે છે કે, "પોતાનું અસલી નામ કહીને અથવા નામ છુપાવીને તમારે કેટલી વધારે કે કેટલી ઓછી વાત કહેવી છે, એ તમારા પર આધાર રાખે છે. પોતાની વાત કહીને તમે દુનિયાને એ દેખાડી રહ્યા છો કે, દુનિયામાં યૌન અપરાધ થઈ રહ્યા છે. મહિલાઓનો રોજ શિકાર થાય છે અને ચર્ચા કરવા માટે આ યોગ્ય પ્લેટફોર્મ છે."હફિંગ્ટન પોસ્ટ સાથે વાતચિતમાં લૌરાએ કહ્યું, "મેં માત્ર આનું ટ્વિટર પેજ બનાવ્યું હતું અને ફેસબુક પ્રોફાઈલ શરૂ કર્યું હતું. હવે આ સંદેશો જંગલમાં આગની જેમ ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં અમને પાંચ હજારથી વધારે સંદેશાઓ મળ્યા છે જેમાંથી 4 હજાર ગયા મહિનામાં જ આવ્યા છે."મહિલાઓએ પોતાની સાથે થયેલા યૌન અપરાધોની વાત કરી છે. કોઈને ગલીમાં દબોચી લેવાઈ તો કોઈને ક્લબમાં. કોઈ પોતાની ઓફીસમાં શિકાર બની રહી હતી તો કોઈનું ઓફીસ સુધી જવું પણ મુશ્કેલ હતું.(Trending On Web Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: A Webste Where Women Are Discussing Everyday Sexis
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended