Home »Sports »Cricket »Off The Field» When Chris Gayle Spent Five Days In Vijay Mallya Goa Villa

5 દિવસ માલ્યાના ઘરમાં રહ્યો હતો ગેલ, જુઓ વિલાના Inside Photos

divyabhaskar.com | Apr 20, 2017, 12:55 PM IST

  • વિજય માલ્યાનું આ લક્ઝરી હાઉસ હવે વેચાઇ ગયુ છે
સ્પોર્ટ્સ ડેસ્ક: IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ઓનર રહેલા બિઝનેસમેન વિજય માલ્યાની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે થોડા સમય બાદ જ તેમને જામીન મળી ગયા હતા. માલ્યા પર 9 હજાર કરોડનું દેવુ છે. RCBના પ્લેયર ગેલે માલ્યાના ગોવામાં આવેલા કિંગફિશર વિલામાં જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મંજુરી મળતા જ તે આ ઘરની લટાર મારવા નીકળી પડ્યો હતો. જો કે થોડા સમય પહેલા જ આ વિલા વેચાઇ ગયો છે.
 
 
 
 
 
ગેલે ઓટોબાયોગ્રાફીમાં કર્યો છે ઉલ્લેખ
 
- ક્રિસ ગેલ માલ્યાની આઇપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ માટે રમતો હતો. ગેલને આ વિલામાં 5 દિવસ રહેવાની તક મળી હતી. ગેલ ખુદ પણ પાર્ટી માટે જાણીતો છે પરંતુ માલ્યાના વિલામાં યોજાયેલી પાર્ટીનો અંદાજ સૌથી અલગ હતો.
- આ વિલામાં વિતાવેલા પોતાના પાંચ દિવસના અનુભવ વિશે ગેલે પોતાની ઓટોબાયોગ્રાફીમાં પણ લખ્યુ છે. ગેલની ઓટો બાયોગ્રાફી સિક્સ મશીન: આઇ ડોંટ લાઇક..આઇ લવ ઇટ' ગત વર્ષે બહાર આવી હતી.
 
આ બંગલા વિશે શું કહ્યું હતું ગેલે 
 
- ગેલે જણાવ્યું હતું કે, ‘‘મે ત્યાં જવાનો નિર્ણય કર્યો હતો. એરપોર્ટ ઉપર કાર મને લેવા આવી હતી અને બંગલામાં લઈ ગઈ હતી.’’
- ‘ત્યાં હોટલો કરતા પણ મોટો બંગલો હતો અને મે આવો બંગલો ક્યારેય જોયો નથી.’
- ‘આ બંગલો જેમ્સ બોન્ડ, પ્લેબોચ જેવો હતો. ’
- ‘આખા બંગલામાં હું એકલો હતો, બે બટલર હંમેશા મારી સાથે રહેતા હતા.’
- ‘કિંગફિશર વિલામાં કિંગફિશર બિયરની કોઈ ખોટ ન હતી. હું ગોલ્ફ કોર્ટ ઉપર પણ ગયો હતો.’
-‘કુકને મે પુછ્યું હતું કે મેનૂમાં શું છે, તો તેણે કહ્યું હતું કે અહીં કોઈ મેનૂ નથી, જે તમે ઇચ્છ છો તે બનાવીશું.’
- ‘મને લાગ્યું કે હું દૂનિયાનો શહેનશાહ છું, મે હર્લે ડેવિડસન બાઈક પણ ચલાવી હતી. આ પહેલા મે ક્યારેય મોટરબાઈક ચલાવી ન હતી. ત્રણ પૈડાવાળી મોટરબાઈક તો મે ક્યારેય જોઈ પણ ન હતી.’
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ,  ક્રિસ ગેલે પસાર કરેલ વિજય માલ્યાના ગોવામાં આવેલ આલીશાન બંગલાની તસવીરો...........
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: When Chris Gayle Spent Five days In Vijay Mallya Goa Villa
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended