Home »Sports »Other Sports» Tennis Star Serena Willams Confirms Pregnancy

સેરેના વિલિયમ્સ છે પ્રેગ્નન્ટ, સ્વિમ સૂટમાં ફોટો પોસ્ટ કરી લખ્યું 20 સપ્તાહ

divyabhaskar.com | Apr 20, 2017, 19:02 PM IST

  • સેરેના વિલિયમ્સ પ્રેગ્નન્ટ છે. તેણે આ જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી છે. ફાઇલ
ન્યૂયોર્ક. ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ (35) માતા બનવાની છે. આ જાણકારી તેણે ખુદ આપી છે. સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરી તેણે લખ્યું -’20 સપ્તાહ.’ આ ફોટોમાં તેણે યલો કલરનો સ્વિમ સૂટ પણ પહેર્યો છે. આ અહેવાલ મીડિયામાં આવતા જ લોકોએ સોશિયલ મીડિયા પર તેને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે. ધ વુમન ટેનિસ એસોસિએશને પણ સરેનાને ટ્વિટ કરી અભિનંદન આપ્યા છે.
 
ફોટોમાં સેરેના એક મિરર સામે ઉભી છે
 
- ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ સેરેના વિલિયમ્સના મીડિયા રિપ્રેઝેન્ટેટિવે આ વાતની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે સેરેના માતા બનવાની છે તેમ જણાવતાં મને આનંદ થાય છે.
- સેરેનાએ આ ફોટો સ્નેપચેટ પર પોસ્ટ કર્યો. આ ફોટોમાં તે એક મિરર સામે ઉભી છે. તેના હાથમાં મોબાઇલ છે અને યલો કલરનો સ્વિમ સૂટ પહેર્યો છે. નીચે કેપ્શનમાં લખ્યું છે -’20 સપ્તાહ.’
- ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સેરેનાએ રેડ્ડિટના કો-ફાઉન્ડર એલેક્સિસ ઓહાનિયન સાથે સગાઇ કરી હતી. આ જાણકારી પણ તેણે સોશિયલ મીડિયા દ્વારા જ આપી હતી.
 
સેરેનાએ પોસ્ટ ડિલીટ કરી
 
- સેરેનાએ બાદમાં તેની પોસ્ટ ડિલીટ કરી દીધી. આ અહેવાલથી હેરાન તેના ફેન્સ વચ્ચે હવે ચર્ચાનો મુદ્દો બની ગયો છે. લોકો આ વાત પર ચર્ચા કરીને કહી રહ્યા છે કે શું તે મજાક તો નથી કરી રહીને.
 
186 અઠવાડિયા સુધી વિશ્વની નંબર 1 પ્લેયર રહેવાનો રેકોર્ડ
 
- સેરેના વિમ્બંલડનમનાં પોતાના કરિયરમાં 71 સિંગલ્સ એવોર્ડ જીત્યા છે. તેમાંથી 22 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ એવોર્ડ તેના નામે છે. આ રેકોર્ડની સાથે જ તે ટેનિસ પ્લેયર સ્ટેફી ગ્રાફની બરાબરી કરી ચૂકી છે.
- તેના નામે 186 અઠવાડિયા સુધી વિશ્વની નંબર 1 પ્લેયર રહેવાનો પણ રેકોર્ડ છે.
(Other Sports Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tennis star serena willams confirms pregnancy
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended