Home »Sports »Cricket »Off The Field» Pakistan Cricketer Shahid Afridi Personal And Interesting Fact

ટીચર સાથે થયો હતો પ્રેમ, આવી રસપ્રદ છે આફ્રિદીની પર્સનલ લાઇફ

divyabhaskar.com | Apr 20, 2017, 00:05 AM IST

  • પત્ની નાદિયા સાથે શાહિદ આફ્રિદી
સ્પોર્ટ્સ ડેસ્ક:  પાકિસ્તાનનો વિસ્ફોટક બેટ્સમેન શાહિદ આફ્રિદી તમામ ફોર્મેટમાંથી સન્યાસ લઇ ચુક્યો છે, તેના સન્યાસ બાદ ટીમ ઇન્ડિયાએ તેને યાદ તરીકે ક્રિકેટર્સ દ્વારા સાઇન કરવામાં આવેલ જર્સી ભેટમાં આપી હતી. આફ્રિદીની ક્રિકેટ કારકિર્દીની સાથે તેની પર્સનલ લાઇફ પણ ઘણી રસપ્રદ છે. સન્યાસ પહેલા આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં આફ્રિદીએ જણાવ્યુ હતું કે તેને પોતાની સ્કૂલ ટીચર સાથે પ્રેમ થઇ ગયો હતો અને તેને કઇ રીતે પોતાના મામાની દીકરી સાથે લગ્ન કર્યા હતા. 
 
ટીચર સાથે થયો પ્રેમ
 
- આફ્રિદીએ પોતાના બાળપણનો રસપ્રદ કિસ્સો શેર કરતા પોતાના પ્રથમ પ્રેમ વિશે જણાવ્યુ હતું. તેને કહ્યું, 'સ્કૂલમાં અભ્યાસ સમયે મને પ્રથમ વખત પ્રેમ થયો હતો. તે કોઇ અન્ય નહી પરંતુ મારી ટીચર હતી.' હું 9 વર્ષનો હતો અને મારી ટીચર ઘણી સુંદર હતી.
 
મામાની દીકરી સાથે લગ્ન
 
- આફ્રિદીએ પોતાના મામાની દીકરી સાથે જ લગ્ન કર્યા છે. પર્સનલ લાઇફ વિશે ઘણી ઓછી વાત કરનારા આફ્રિદીએ લગ્નને લઇને આ ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો. તેને જણાવ્યુ હતું કે એક ટૂર પર ગયા પહેલા મે મારા પિતાને કહ્યું કે મારે લગ્ન કરવા છે, મારી માટે યુવતી શોધો.
- મે આ વાત મજાકમાં કહી હતી પરંતુ તેમને સીરિયસલી લઇ લીધુ. જ્યારે હું પરત ફર્યો ત્યારે તેમને મને કહ્યું કે મે તારી સગાઇ નક્કી કરી નાખી છે, હું ચોકી ગયો હતો અને તેમને શુભેચ્છા પાઠવી ચાલતો બન્યો હતો.
- શાહિદ આફ્રિદીની પત્ની અન્ય કોઇ નહી પકંતુ તેના મામાની દીકરી નાદિયા હતી.
 
આગળની સ્લાઇડમાં વાંચો, આફ્રિદીની પર્સનલ લાઇફની તસવીરો અને રસપ્રદ વાતો...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pakistan Cricketer Shahid Afridi Personal And Interesting Fact
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended