Home »Sports »Other Sports» Marriage Anniversary:Sania Mirza And Shoaib Malik Love Story

લગ્ન પહેલા જ સાનિયાના ઘરમાં રહેવા લાગ્યો હતો શોએબ, આવી છે લવસ્ટોરી

divyabhaskar.com | Apr 13, 2017, 12:51 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક:ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા" rel="સાનિયા મિર્ઝા" target="_blank">સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક" rel="શોએબ મલિક" target="_blank">શોએબ મલિકની મુલાકાત ઓસ્ટ્રેલિયાની એક રેસ્ટોરન્ટમાં થઇ હતી. 12 એપ્રિલ 2010માં આ બન્નેના લગ્ન થયા હતા પરંતુ આ પહેલા જે વિવાદ થયો તેને સાનિયા આજે પણ યાદ કરે છે. તેને 2010માં નિકાહ અને તેની પહેલાની ઘટનાઓને પોતાની બાયોગ્રાફી 'Ace against Odds'માં જણાવી છે. 
શોએબને ખબર હતી સાનિયા રેસ્ટોરન્ટમાં છે અને મળવા પહોચ્યો
 
2010માં સાનિયા હોબાર્ટ (ઓસ્ટ્રેલિયા)માં ટૂર્નામેન્ટ રમવા ગઇ હતી અને શોએબ મલિક પણ પોતાની ટીમ સાથે ત્યા જ હતો. હોબાર્ટની એક ભારતીય રેસ્ટોરન્ટમાં સાનિયા પિતા ઇમરાન મિર્ઝા, કોચ લેન સાથે ડિનર માટે ગઇ હતી. શોએબ તેના ટેબલ સુધી ગયો અને કહ્યું- હલો. વાતચીતમાં શોએબે સાનિયાની મેચ જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મેચ બાદ સાનિયાના પિતાએ શોએબને ડિનર માટે ઇનવાઇટ કર્યો હતો. આ મુલાકાત બાદ સાનિયા અને શોએબની ફોન પર વાત શરૂ થઇ હતી.
 
સંયોગ નહી, રેસ્ટોરન્ટમાં મળવાનું  પ્રી-પ્લાન હતું
 
લગ્ન બાદ એક સાંજે સાનિયાએ શોએબને કહ્યું- 'વિચારો જો તમે તે દિવસે રેસ્ટોરન્ટમાં ન આવત, તો અમે ક્યારેય એક બીજાના ન થઇ શક્યા હોત' પરંતુ શોએબના ખુલાસાથી સાનિયા ચોકી ગઇ હતી. શોએબે જણાવ્યુ કે 'આ કોઇ સંયોગ નહી, પ્રી-પ્લાન હતું. તેને રેસ્ટોરન્ટમાં પહેલાથી હાજર તેની ટીમના અન્ય મેમ્બરે ફોન કરીને જણાવ્યુ હતું કે સાનિયા અહી છે. આ ખુલાસા બાદ સાનિયા-શોએબ આ 'સંયોગ' પર આજે પણ મજાક કરે છે.
 
સાનિયાનો નંબર જોઇતો હતો, શોએબે આ રીતે કર્યો પ્લાન
 
સાનિયા-શોએબ પહેલાથી એક બીજાને ઓળખતા હતા. દિલ્હીમાં એક હોટલની જીમમાં બન્નેને એક પત્રકારે મળાવ્યા હતા. મોહાલીમાં ફરી એક વખત આ બન્ને મળ્યા હતા. સાનિયા ભારત-પાકિસ્તાનની વન ડે મેચ જોવા આવી હતી. આ બે મુલાકાત બાદથી શોએબે વિચારી લીધુ કે કોઇ પણ હાલમાં સાનિયાનો મોબાઇલ નંબર લઇને રહેશે.
 
લગ્ન પહેલા સાનિયાના ઘરે રહેતા થયો હતો વિવાદ
 
શોએબ લગ્ન પહેલા દુલ્હનના ઘરે કઇ રીતે રહી શકે છે, આ ઇસ્લામની વિરૂદ્ધ છે' જેની પર વિવાદ થયો હતો. ન્યૂઝ ચેનલ સતત સાનિયાના ઘરેથી લાઇવ સમાચાર આપી રહ્યાં હતા. ત્યારે સાનિયાના ઘરના મોટાઓએ નક્કી કર્યુ કે શોએબ લગ્નના એક દિવસ પહેલા હોટલમાં શિફ્ટ થઇ જાય. પરંતુ મીડિયાની હાજરીમાં ઘરની બહાર નીકળવુ મુશ્કેલ હતું. સાનિયાના કાકાએ એક નાટક રચ્યુ, જેથી શોએબને હોટલ પહોચાડવામાં આવે. તે મીડિયા સામે આવી ગયા અને જોર જોરથી બુમો પાડવા લાગ્યા, જેથી તમામને લાગ્યુ કે ઘરમાં જોરદાર ઝઘડો થઇ રહ્યો છે. જ્યારે મીડિયાએ તેમને ઘેરી લીધા ત્યારે શોએબ ચુપચાપ પાછળના દરવાજેથી નીકળીને એક નાની કારમાં નીચે સુઇ ગયો અને હોટલ પહોચી ગયો. સાનિયા અનુસાર, 'આ નાની કાર અમારા ઘરમાં કરીયાણુ અને શાકભાજી લાવવા માટે વપરાય છે.
 
જ્યારે સબંધિઓએ કહ્યું- ઘરના પરદા લગાવી લો 
 
ચેનલ સાનિયાના ઘરની એક એક એક્ટિવિટીને લાઇવ બતાવી રહ્યું હતું. મિર્ઝા પરિવારને તેનો અહેસાસ નહતો. જ્યારે સાનિયાના પિતા ઇમરાન મિર્ઝાને તેમના એક સબંધીનો ફોન આવ્યો જેમાં તેમને પૂછ્યુ- 'શું સાનિયાએ લીલી ટી-શર્ટ પહેરી છે? જવાબમાં મિર્ઝાએ હાં કહ્યું. ત્યારે સબંધીએ બુમો પાડતા કહ્યું- આખા ઘરના પરદા લગાવી લો, ચેનલ તમને લાઇવ બતાવી રહ્યું છે'
 
સોર્સ-સાનિયાની બાયોગ્રાફી Ace against oddsનું હિન્દી ટ્રાન્સલેશન 'સંઘર્ષથી મળી સફળતા'માંથી. લેખક- શિવાની ગુપ્તા અને ઇમરાન મિર્ઝા) 
 
આગળની સ્લાઇડમાં વાંચો, સાનિયાએ કઇ રીતે કર્યો હતો પ્રપોઝ...
(Other Sports Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Marriage Anniversary:sania mirza and shoaib malik love story
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended