Home »Sports »Cricket »Latest News» Sachin Tendulkar Web Banner

દિવ્યભાસ્કરની પહેલ: ક્રિકેટના ભગવાનને કરો સલામ

divyabhaskar.com | Nov 09, 2013, 19:34 PM IST

- સચિનની 'હું રમીશ'ની જીદને સલામ
- 'ઇન્ડિયા સેલ્યુટ્સ સચિન'માં સામેલ થઇને માસ્ટર બ્લાસ્ટર સુધી પોતાની સલામ અને સંદેશો પહોંચાડો


સચિન તેંડુલકરે જ્યારે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેની ઉંમર ફક્ત ૧૬ વર્ષ હતી. સામે પાકિસ્તાનના વકાર યુનુસ, વસીમ અકરમ જેવા ખતરનાક બોલર્સ હતા, જેમનો સામનો કરવો અનુભવી બેટ્સમેનો માટે પણ મુશ્કેલ હતું. સચિન તો એમ પણ 'બાળક’ હતો. પાકિસ્તાનના બોલર્સે પણ વિચાર્યું હશે કે આ ઓછી ઉંમરના નાના ખેલાડીને તો આસાનીથી આઉટ કરી દઇશું. વકાર યુનુસના એક બાઉન્સર પર સચિન ઘાયલ પણ થઇ ગયો હતો.

તેને જ્યારે મેદાન છોડીને જવાનું કહેવામાં આવ્યું ત્યારે સચિને જણાવ્યું હતું કે 'હું તો રમીશ’ અને તે રમતો જ ગયો. પૂરા ૨૪ વર્ષ. આટલાં વર્ષો સુધી સચિને દેશના દરેક ક્રિકેટપ્રેમીઓની દરેક અપેક્ષાઓ પૂર્ણ કરી છે. તમામને ખુશ થવાની ભરપૂર તક આપી છે. તેની આ જ જીદને ભાસ્કર જૂથ પોતાના વાચકો સાથે સલામ કરી રહ્યું છે.

સમૂહ દ્વારા સચિનને સમર્પિ‌ત અભિયાન 'ઇન્ડિયા સેલ્યૂટ્સ સચિન’ની શરૂઆત થઇ ગઇ છે. આ અભિયાનમાં સામેલ થઇને તમે સચિન સુધી સલામી અને સંદેશ પહોંચાડી શકો છો. ભાસ્કર જૂથ દ્વારા ફેસબુક પેજ www.facebook.com/Indiasalutessachin બનાવવામાં આવ્યું છે. તમે સચિન સુધી પોતાની સલામ પહોંચાડવા માટે આ પેજ લાઇક કરો અથવા તમે 08082000222 પર મિસકોલ પણ કરી શકો છો. તમારી એક લાઇક કે મિસકોલ એક સલામની બરાબર હશે.

આ ઉપરાંત જો તમે સચિન વિશે કોઇ સંદેશ અથવા સ્લોગન મોકલવા માગતા હો તો ઉપર આપવામાં આવેલા ફેસબુક પેજ પર લખી શકો છો અથવા ઉપર આપવામાં આવેલા મોબાઇલ નંબર પર DBSS લખીને SMS પણ મોકલી શકો છો. તો આવો, ક્રિકેટના ભગવાન સુધી પહોંચાડો તમારી સલામ અને સંદેશો.

(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sachin Tendulkar Web Banner
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended