Home »Sports »Cricket »Off The Field» Rising Pune Supergiant Player Washington Sundar Personal Life Facts

પૂણેના આ પ્લેયરના નામ પાછળ સંતાયેલુ છે મોટુ રહસ્ય, જાણો રસપ્રદ કારણ

divyabhaskar.com | May 19, 2017, 00:04 AM IST

  • પૂણેનો બોલર વોશિંગ્ટન સુંદર (લાલ ઘેરામાં) એમએસ ધોની સાથે
સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં પૂણેએ મુંબઇને 20 રને હરાવ્યું હતું. પૂણેની જીતનો હીરો 17 વર્ષનો સ્પિનર વોશિંગ્ટન સુંદર રહ્યો હતો. ત્રણ વિકેટ લઇ તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. રમતની સાથે જ વોશિંગ્ટન નામે તમામનું ધ્યાન ખેચ્યુ હતું. તેનું આ નામ કેવી રીતે પડ્યુ તેના વિશે તેના પિતાએ પોતાની લાઇફનો ઇમોશનલ કિસ્સો શેર કર્યો છે.
 
ગોડફાધરના નામ પર દીકરાનું નામ
 
- વોશિંગ્ટન સુંદરના પિતા એમ.સુંદર અનુસાર તેમને દીકરાનું નામ પોતાના ગોડફાધર પીડી.વોશિંગ્ટનના નામ પર રાખ્યુ છે. તેમને જણાવ્યું, હું હિન્દુ છું. અમારા ઘર પાસે બે ગલી છોડી એક્સ આર્મી પર્સન પીડી વોશિંગ્ટન રહેતા હતા.
- તે ક્રિકેટના ઘણા શોખીન હતા. તે અમારી મેચ જોવા મેદાન પર આવતા હતા. તે મારી રમતમાં રસ લેવા લાગ્યા. અહીથી અમારી વચ્ચે સારા સબંધો બંધાઇ ગયા.
- એમ.સુંદર અનુસાર, 'અમે ગરીબ હતા. વોશિંગ્ટન મારી માટે યૂનિફોર્મ ખરીદતા હતા, મારી સ્કૂલ ફી ભરતા હતા, પુસ્તક પણ લાવતા હતા અને પોતાની સાયકલ પર મને મેદાન પર લઇ જતા હતા. તેમને હંમેશા મારો આત્મ વિશ્વાસ વધાર્યો. જ્યારે રણજીની સંભવિત ટીમમાં મારૂ સિલેક્શન થયુ તો તે સૌથી વધુ ખુશ થયા હતા'
- ત્યારે અચાનક 1999માં વોશિંગ્ટનનું નિધન થઇ ગયુ અને તેના થોડા સમય બાદ મારા દીકરાનો જન્મ (5 ઓક્ટોબર, 1999)માં થયો હતો. સુંદર અનુસાર, 'પત્નીની ડિલીવરી ઘણી ક્રિટિકલ. હિન્દુ રિવાજ અનુસાર મારા દીકરાના કાનમાં ભગવાનનું નામ લીધુ પરંતુ આ પહેલા જ નક્કી કરી લીધુ કે દીકરાનું નામ તે વ્યક્તિના નામ પર રાખવુ છે, જેને મારી માટે ઘણુ કર્યુ છે' આ રીતે એમ.સુંદરે પોતાના દિકરાનું નામ વોશિંગ્ટન સુંદર રાખ્યુ.
- સુંદર અનુસાર જો તેમને બીજો દીકરો થાત તો તે તેનું નામ પણ વોશિંગ્ટન જૂનિયર રાખતા.
 
આગળની સ્લાઇડમાં વાંચો, વોશિંગ્ટન સુંદર વિશેના આવા જ રસપ્રદ Facts....
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rising Pune Supergiant Player Washington Sundar Personal Life Facts
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended