Home »Sports »Other Sports» Car Racer Ashwin Sunder And His Wife Charred Death In Car Crash In Chennai

નેશનલ કાર રેસિંગ ચેમ્પિયનની BMW ઝાડથી ટકરાઈ, પત્ની સહિત મોત

divyabhaskar.com | Mar 18, 2017, 14:55 PM IST

  • નેશનલ કાર રેસિંગ ચેમ્પિયન અશ્વિન સુંદરની BMW ઝાડથી ટકરાઈ, પત્ની સહિત મોત અશ્વિન સુંદર પોતે કાર ચલાવી રહ્યા હતા, કન્ટ્રોલ ગુમાવતા કાર ઝાડ સાથે ટકરાઈ જેના કારણે આગ લાગી ગઈ.
ચેન્નાઇ: કાર રેસર અશ્વિન સુંદર અને તેની પત્નીનું કાર અકસ્માતમા મોત થઇ ગયુ છે. અશ્વિનની BMW કાર એક ઝાડ સાથે ટકરાઇ હતી જે બાદ તેમાં આગ લાગી હતી. અશ્વિન અને તેની પત્ની નિવેદિતાનું કારની અંદર આગમાં બળીને મોત થયુ હતું.
સુંદરની કાર ઝાડ સાથે અથડાઇ
 
- ઘટના સમયે અશ્વિન સુંદર કાર ચલાવી રહ્યો હતો. જેવી જ તેની કાર ઝાડ સાથે અથડાઇ તેમાં આગ લાગી ગઇ હતી.
- પોલીસ અનુસાર બન્ને ચેન્નાઇમાં કારની અંદર મૃત મળ્યા હતા.
- ઘટના દરમિયાન કારના દરવાજા તે ખોલી શક્યો નહતો અને બન્નેના મોત થઇ ગયા હતા.
- આ કપલ અન્નામલાઇ પુરમના એમઆરસી નગરમાં વર્તમાન પોતાના મિત્રના ઘરે ગયા હતા.
- ત્યાથી પોતાના ઘરે પરત ફરતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.
 
F4 રેસિંગનો નેશનલ ચેમ્પિયન હતો અશ્વિન
 
- 32 વર્ષનો અશ્વિન 2012 અને 2013માં F4 રેસિંગ (કાર રેસિંગ)નો નેશનલ ચેમ્પિયન હતો. તે ટૂ વ્હીલર રેસિંગનો પણ નેશનલ ચેમ્પિયન હતો, તેની પત્ની નિવેદિતા એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ડોક્ટર હતી.
- 2008માં અશ્વિને જર્મન રેસિંગ ટીમ Ma Con Motorsport સાથે એક ડીલ સાઇન કરી હતી. જે બાદ તેને જર્મન ફોર્મૂલા Volkswagen ADAC ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો
- અશ્વિને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'મને અસલમાં બાઇક રાઇડિંગ વધુ પસંદ છે. ટૂ-વ્હીલર્સ પર તમે સ્પીડની અસલી મજા લઇ શકો છો પરંતુ આ ઘણુ ખતરનાક છે'
 
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
 
- આ દૂર્ઘટનાનો એક વીડિયો પણ ફેસબુક પર વાયરલ થયો છે. જેમાં કારમાં આગ લાગેલી દેખાઇ રહી છે. એક વ્યક્તિએ આ ઘટાનું રેકોર્ડીગ કર્યુ હતું.
- તેનું કહેવુ છે કે ઘટનાસ્થળે લોકો હાજર હતા પરંતુ કારમાં સવાર કપલને તે બચાવી શક્યા નહતા કારણ કે તેમાં આગ લાગી ગઇ હતી અને વિસ્ફોટ થઇ રહ્યો હતો.
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો....
(Other Sports Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Car Racer Ashwin Sunder And His Wife Charred Death In Car Crash In Chennai
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended