Home »Sports »Cricket »Latest News» Paratha' Seller Hanan Khan Gets PCB's Call For Malaysia T20 Series

પરોઠા-કબાબ વેચનારને મળ્યું પાક. ટીમમાં સ્થાન, Photos થયા વાયરલ

divyabhaskar.com | Jan 11, 2017, 15:53 PM IST

  • પરાઠા અને કબાબ વેચનાર હનન ખાન પાકિસ્તાન તરફથી ક્રિકેટ રમશે.
સ્પોર્ટ્સ ડેસ્ક :પાકિસ્તાનમાં હાલના દિવસોમાં પરોઠા અને કબાબ વેચનાર હનન ખાનના ફોટા વાયરલ થઈ રહ્યા છે. કરાચીના આ પરોઠાવાળાનું ફેમસ થવાનું કારણ ખાસ છે. આ પરોઠાવાળાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાની ટીમમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે. જે પાકિસ્તાન તરફથી ટી-20 મેચ રમશે.  14 અને 15 જાન્યુઆરીના રોજ PCB XI અને મલેશિયા વચ્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે બે ટી-20 મેચ રમાશે.
 
 
આક્રમક બેટિંગ કરે છે હનન ખાન
 
- પાકિસ્તાનની મીડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે હનન ખાન પોતાની આક્રમક બેટિંગના કારણે ફેમસ છે.
- હનન કરાચીમાં ઘરેલું ટૂર્નામેન્ટમાં રમીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની નજરમાં આવ્યો હતો.
- પોતાના ટેલેન્ટના બળે પાકિસ્તાનની ટીમમાં સામેલ થનાર આ પરોઠાવાળો પાક એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ,  આ પરોઠાવાળાની વાયરલ થયેલી તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Paratha' Seller Hanan Khan Gets PCB's Call For Malaysia T20 Series
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext