Home »Sports »Cricket »Latest News» KKR Vs GL Live Score: IPL 10 Cricket Scorecard, Commentary, News, Updates

KKR Vs GL: ગુજરાત લાયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 4 વિકેટે હરાવ્યું

divyabhaskar.com | Apr 22, 2017, 00:21 AM IST

  • શોટ ફટકારતો સુરેશ રૈના
કોલકાતા: IPL-10ની 23મી મેચમાં ગુજરાત લાયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 4 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં કોલકાતાના 188 રનના પડકારનો પીછો કરતા ગુજરાતે 18.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો. ગુજરાત તરફથી સુરેશ રૈનાએ 46 બોલમાં આક્રમક 84 રનની ઇનિંગ રમી હતી. રૈનાને આ ઇનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. કોલકાતા તરફથી નાથન કુલ્ટર નાઇલ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. હવે 23 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ વચ્ચે સાંજે 4:00 કલાકથી પૂણેમાં પ્રથમ જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે મુંબઇમાં રાત્રે 8:00 કલાકથી બીજી મેચ રમાશે.
 
ગુજરાત લાયન્સે મેળવી બીજી જીત
 
- ગુજરાત લાયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 4 વિકેટે હરાવી IPL-10માં બીજી જીત મેળવી હતી.
- ગુજરાત તરફથી સુરેશ રૈનાએ આક્રમક 84 રનની ઇનિંગ રમી હતી.
- આ દરમિયાન તેને 4 સિક્સર અને 9 ફોર ફટકારી હતી.
- જ્યારે બ્રેન્ડન મેક્કુલમે 33 અને એરોન ફિન્ચે 31 રનની ઇનિંગ રમી હતી.
 
કોલકાતા નાઇટ રાઇડર્સના 187 રન
 
- કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટે 187 રન બનાવ્યા હતા.
-  કોલકાતા તરફથી રોબિન ઉથપ્પાએ 72 રન જ્યારે સુનીલ નારાયણે 42 રનની ઇનિંગ રમી હતી.
- ગૌતમ ગંભીર 33 રને ફોકનરની ઓવરમાં રૈનાને કેચ આપી બેઠો હતો.
- રોબિન ઉથપ્પા 72 રને પ્રવીણ કુમારની ઓવરમાં મેક્કુલમને કેચ આપી બેઠો હતો.
- આ દરમિયાન ઉથપ્પાએ 2 સિક્સર અને 8 ફોર ફટકારી હતી.
- મનિષ પાંડેએ 24 રન જ્યારે યૂસુફ પઠાણે 11* રન બનાવ્યા હતા.
 
બન્ને ટીમ આ રીતે છે:
 
કોલકાતા નાઇટ રાઇડર્સ: ગૌતમ ગંભીર (કેપ્ટન), રોબિન ઉથપ્પા, મનિષ પાંડે, યૂસુફ પઠાણ, સૂર્યકુમાર યાદવ, શાકિબ અલ હસન, ક્રિસ વોક્સ, સુનીલ નારાયણ, નાથન કુલ્ટર નાઇલ, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ
 
ગુજરાત લાયન્સ: ડ્વેન સ્મિથ, બ્રેન્ડન મેક્કુલમ, સુરેશ રૈના (કેપ્ટન), એરોન ફિન્ચ, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, જેમ્સ ફોકનર, ઇશાન કિશન, બાસિલ થમ્પી, ધવલ કુલકર્ણી
 
IPL Fantasy League રમવા માટે અહી ક્લિક કરો
 
આગળની સ્લાઇડમાં જુઓ, મેચની લેટેસ્ટ તસવીરો...
 
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: KKR Vs GL Live Score: IPL 10 Cricket Scorecard, Commentary, News, Updates
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended