Home »Sports »Cricket »Latest News» KXIP Vs MI Live Score: IPL 10 Cricket Scorecard, Commentary, News, Updates

KXIP Vs MI: અમલાની સદી બેકાર, મુંબઇ ઇન્ડિયન્સનો સતત પાંચમો વિજય

divyabhaskar.com | Apr 20, 2017, 23:33 PM IST

  • જોસ બટલર
ઇન્દોર: IPL-10ના 22માં મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સકિંગ્સ ઇલેવન પંજાબને 8 વિકેટે હરાવ્યું હતું. 199 રનના પડકારનો પીછો કરતા મુંબઇ ઇન્ડિયન્સે 15.3 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવી મેચને જીતી લીધી હતી.મુંબઇ તરફથી જોસ બટલરે 77 રન જ્યારે નીતિશ રાણાએ 62* રન બનાવ્યા હતા. આ ઇનિંગ બદલ જોસ બટલરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. કિંગ્સ ઇલેવન તરફથી હાશિમ અમલાએ આક્રમક 104* રનની ઇનિંગ રમી હતી.  આ સાથે જ મુંબઇ ઇન્ડિયન્સ પોઇન્ટ ટેબલમાં ફરી ટોપ પર પહોચી ગઇ છે.હવે 21 એપ્રિલે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડનમાં મેચ રમાશે.
જોસ બટલર-નીતિશ રાણાની આક્રમક રમત
 
- મુંબઇ ઇન્ડિયન્સ તરફથી જોસ બટલર અને નીતિશ રાણાએ આક્રમક રમત રમી હતી.
- જોસ બટલરે 37 બોલમાં 77 રન બનાવ્યા હતા.
- આ દરમિયાન તેને 5 સિક્સર અને 7 ફોર ફટકારી હતી.
- જ્યારે નીતિશ રાણાએ 62* રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 7 સિક્સર ફટકારી હતી.
 
કિંગ્સ ઇલેવન પંજાબના 198 રન
 
- કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 4 વિકેેટે 198 રન બનાવ્યા હતા.
- કિંગ્સ ઇલેવન તરફથી હાશિમ અમલાએ સૌથી વધુ 104* રનની ઇનિંગ રમી હતી.
- જ્યારે ગ્લેન મેક્સવેલે પણ આક્રમક 40 રન બનાવ્યા હતા.
 
અમલાએ ફટકારી IPL-10ની બીજી સદી
 
- હાશિમ અમલાએ IPL-10ની બીજી સદી ફટકારી હતી.
- અમલાએ મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ 60 બોલમાં 104* રનની ઇનિંગ રમી હતી.
- આ દરમિયાન તેને 6 સિક્સર અને 8 ફોર ફટકારી હતી. 
 
બન્ને ટીમ આ રીતે છે:
 
મુંબઇ ઇન્ડિયન્સ: પાર્થિવ પટેલ, જોસ બટલર, નીતિશ રાણા, રોહિત શર્મા (કેપ્ટન), કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, હરભજન સિંહ, મિશેલ મેકલેરેઘન, લસિથ મલિંગા, જસપ્રિત બુમરાહ
 
કિંગ્સ ઇલેવન પંજાબ: હાશિમ અમલા, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, સ્ટોઇનિસ, રિદ્ધિમાન સહા, અક્ષર પટેલ, ગુરકિરત સિંહ, સ્વપનિલ સિંઘ, મોહિત શર્મા, સંદીપ શર્મા, ઇશાંત શર્મા
 
આગળની સ્લાઇડમાં જુઓ, મેચની લેટેસ્ટ તસવીરો...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: KXIP Vs MI Live Score: IPL 10 Cricket Scorecard, Commentary, News, Updates
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended