Home »Sports »Cricket »Off The Field» Delhi Daredevils Player Shreyas Iyer Personal Life Facts

31 બોલમાં ફિફ્ટી ફટકારી છવાઇ ગયો આ ક્રિકેટર, આવી છે પર્સનલ લાઇફ

divyabhaskar,com | Apr 21, 2017, 00:02 AM IST

  • શ્રેયસ અય્યર
સ્પોર્ટ્સ ડેસ્ક: સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ મેચમાં દિલ્હીના યંગ બેટ્સમેન શ્રેયસ અય્યરે શાનદાર ફિફ્ટી ફટકારી હતી, તેને 31 બોલમાં 5 ફોર અને 2 સિક્સરની મદદથી અણનમ 50 રન બનાવ્યા હતા. મુંબઇના આ ક્રિકેટરની તુલના વિરેન્દ્ર સેહવાગ સાથે થાય છે, તેના રમવાનો અંદાજ પણ વીરૂ જેવો જ છે. તેના ટીમ મેટ્સ તેને 'યંગ વીરૂ'ના નામથી બોલાવે છે.
 
પિતાએ ક્રિકેટ શીખવાડવાની શરૂઆત કરી
 
- શ્રેયસના પિતા સંતોષ અય્યરે ઘણી નાની ઉંમરમાં ક્રિકેટ પ્રતિ તેનો રસ જોઇ લીધો હતો. સંતોષ અનુસાર, 'હું ઘરની અંદર જ તેને બોલિંગ કરતો હતો, જેવી રીતે કોઇ પિતા પોતાના દીકરાને કરે છે. તે હંમેશા પૂરી તાકાતથી બોલને મારવા માંગતો હતો. આ નેચરલ હતું. 8 વર્ષની ઉંમરમાં તેને ઇન્ડિયન જિમખાનામાં 46 બોલમાં સદી ફટકારી હતી.
- બિઝનેસમેન હોવાને કારણે શ્રેયસના પિતા મોટા ભાગે ઘરની બહાર જ રહે છે પરંતુ તેમને તુરંત તેની ક્રિકેટ કોચિંગ કરાવી હતી. સંતોષ આખો સમય શ્રેયસના કોચના કોન્ટેક્ટમાં રહેતા હતા. તેમના અનુસાર, 'કોચને હું શ્રેયસના પ્રદર્શન વિશે પૂછતો હતો પરંતુ કોચે કહ્યું કે શ્રેયસ હજુ ઘણો નાનો છે. તેને આવતા વર્ષે લઇને આવજો. તેનું નસીબ સારૂ હતું, કારણ કે આવતા વર્ષે પૂર્વ ક્રિકેટર પ્રવીણ આમરે ત્યાના કોચ હતા. તેમને શ્રેયસ પર ઘણુ ધ્યાન આપ્યુ હતું'
- શ્રેયસની એક મોટી બહેન પણ છે, જેને સાયકોલોજીમાં અભ્યાસ કર્યો છે. શ્રેયસની માતા રોહિની તેની મેચને ધ્યાનથી જુવે છે. શ્રેયસ જ્યાર સુધી રમતો રહે તે ટીવી સામેથી ખસતી નથી. ફેમિલીમાં શ્રેયસ સૌથી વધુ માતાની નજીક છે. શ્રેયસ પેટ લવર છે. તે કેટલીક વખત સ્ટ્રીટ ડોગને ઘરે લાવી ચુક્યો છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો, શ્રેયસ અય્યરની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Delhi Daredevils Player Shreyas Iyer Personal Life Facts
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended