Home »Sports »Cricket »Off The Field» Personal Life Facts About Rohit Sharma And Your Wife Ritika Sajdeh

યુવરાજ સિંહની બહેન છે રોહિત શર્માની પત્ની, આવુ છે બન્નેનું કનેક્શન

divyabhaskar.com | May 15, 2017, 09:33 AM IST

  • પત્ની રિતિકા સાથે રોહિત, યુવરાજને રાખડી બાંધતી રિતિકા
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટના હિટ મેન તેમજ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા યુવરાજ સિંહનો જીજાજી છે, તેને બાળપણની મિત્ર રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા. રિતિકા ક્રિકેટર યુવરાજ સિંહની બહેન છે. તે યુવીને રાખડી પણ બાંધે છે. રોહિત અને રિતિકાએ આશરે 6 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા બાદ 13 ડિસેમ્બર, 2015માં લગ્ન કર્યા હતા. આ દરમિયાન યુવીએ સોશિયલ મીડિયા પર પોતાની બહેન વિશે જણાવ્યુ હતું. દરમિયાન divyabhaskar.com તમને રોહિત શર્માની લાઇફ સાથે જોડાયેલ રસપ્રદ ફેક્ટ્સ જણાવી રહ્યું છે.
 
ક્રિકેટ ગ્રાઉન્ડ પર કર્યુ હતું પ્રપોઝ 
 
- રોહિત-રિતિકામાં પહેલા સારી મિત્રતા હતી. સ્પોર્ટ્સમાં રસ હોવાને કારણે રિતિકા રોહિતને પ્રેક્ટિસ સેશન દરમિયાન મળતી રહેતી હતી. પોતાની કારકિર્દીની શરૂઆતમાં રોહિતે તેને મેદાન પર જ પ્રપોઝ કરી દીધુ હતું.
- રિતિકાએ એક ઇન્ટરવ્યૂંમાં જણાવ્યુ હતું કે તેને સ્પોર્ટ્સ મેનેજર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને રોહિતને ત્યારથી સપોર્ટ કર્યો જ્યારે તે પોપ્યુલર નહતો.
 
જ્યારે ઓસ્ટ્રેલિયાથી લઇ આવ્યો દોઢ લાખના જીન્સ ટી-શર્ટ
 
- સાથી પ્લેયર્સ અનુસાર રોહિત શર્મા ટીમના સૌથી આળસુ ખેલાડીઓમાં શામેલ છે. જ્યારે પણ સમય મળે છે રોહિત ઉંઘી જાય છે. આ સિવાય તેને શોપિંગનો ઘણો શોખ છે.એક વખત ઓસ્ટ્રેલિયામાં ચાર જીન્સ અને 10 ટી-શર્ટ દોઢ લાખ રૂપિયામાં ખરીદ્યા હતા.
 
આગળની સ્લાઇડમાં જુઓ, રોહિત શર્મા અને તેની પત્ની સાથે જોડાયેલ રસપ્રદ તસવીરો અને ફેક્ટ્સ...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Personal Life Facts About Rohit Sharma And Your Wife Ritika Sajdeh
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended