Home »Sports »Cricket »Expert Comments» Ishant Sharma And Others Six Cricketers May Be Could The Last Season Of The IPL

ઇશાંતથી ઇરફાન સુધી, આ 6 ક્રિકેટર્સ માટે IPL-10 હોઇ શકે છે અંતિમ સીઝન

divyabhaskar.com | May 17, 2017, 00:02 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10માં ઇશાંત શર્માનું પ્રદર્શન શરમજનક રહ્યું છે, તેને 6 મેચમાં રમવાની તક મળી પરંતુ એક પણ વિકેટ લઇ શક્યો નથી. બીજી તરફ તેનો ઇકોનોમી રેટ પણ ઘણો ખરાબ (9.94) રહ્યો છે. આ સીઝન ઇશાંતની અંતિમ આઇપીએલ સાબિત થઇ શકે છે. આ સીઝન પહેલા તેને ઓક્શનમાં કોઇ ટીમે ખરીદ્યો નહતો. બેઝ પ્રાઇઝને કારણે તે અનસોલ્ડ રહી ગયો હતો પછી સેહવાગને કારણે તેની પંજાબની ટીમમાં એન્ટ્રી થઇ હતી.
 
ઇશાંતનું ખરાબ પ્રદર્શન
 
- આઇપીએલ-10ની હરાજીમાં ઇશાંત શર્માની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. આટલી વધુ પ્રાઇઝને કારણે તેને કોઇ ટીમે ખરીદ્યો નહતો. ટૂર્નામેન્ટ શરૂ થયાના એક દિવસ પહેલા તેને કિંગ્સ ઇલેવન પંજાબે ટીમમાં શામેલ કર્યો હતો. પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગના કહેવા પર તેને ખરીદવામાં આવ્યો હતો. સેહવાગ પંજાબની ટીમનો કોચ હતો. ઇશાંતે બાદમાં કહ્યું હતું કે સેહવાગે તેને ફોન કરી પૂછ્યુ કે તે શું આઇપીએલ રમવા માટે ઉપલબ્ધ છે.
- હવે ટૂર્નામેન્ટમાં આટલા ખરાબ પ્રદર્શન બાદ આવતા વર્ષે ભાગ્યે જ કોઇ ટીમ ઇશાંતને ખરીદવામાં રસ દાખવી શકે, તેને આ સીઝનમાં 18 ઓવરમાં કોઇ વિકેટ ઝડપ્યા વગર 179 રન આપ્યા હતા. 28 વર્ષનો ઇશાંત ભારત માટે પણ માત્ર ટેસ્ટ ક્રિકેટ જ રમે છે.
 
આવતા વર્ષે તમામ ખેલાડીઓની થશે હરાજી:
 
- 2018ની આઇપીએલમાં તમામ ટીમોનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઇ રહ્યો છે. એવામાં તમામ પ્લેયર્સ રિલીઝ થઇ જશે અને તમામની નવી બોલી લાગશે.
 
નોંધ: યાદીમાં શામેલ તમામ ખેલાડી IPL-10ના 'લીસ્ટ વેલ્યુએબલ' પ્લેયર્સ રહ્યાં છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, ક્યા-ક્યા 6 ક્રિકેટર્સની હોઇ શકે છે અંતિમ IPL...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ishant Sharma And Others Six Cricketers May Be Could The Last Season Of The IPL
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended