Home »Sports »Cricket »Expert Comments» BCCI Players Central Contracts For 2015-16

વિરાટથી રૈના સુધી, જાણો એક મેચના કેટલા રૂપિયા મળે છે ભારતીય ક્રિકેટર્સને

divyabhaskar.com | Mar 15, 2017, 00:05 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમમાં રમવુ દરેક ખેલાડી માટે એક સ્વપ્ન હોય છે, ભારતીય જર્સી પહેરવી દરેક માટે ગર્વની વાત છે. દરેક ક્રિકેટ પ્રશંસકોને એ જાણવામાં રસ હોય છે કે ક્રિકેટ મેચ રમતા ખેલાડીઓને કેટલા રૂપિયા મળે છે. તેમનો પગાર કઇ રીતે નક્કી કરવામાં આવે છે. ક્યા ખેલાડીનો કેટલો પગાર હોય છે. દરમિયાન divyabhaskar.com તમને આ તમામ સવાલોના જવાબ આપી રહ્યુ છે.
 
BCCIના કરાર હેઠળ મળે છે રૂપિયા
 
- ક્રિકેટરોને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા કરાર હેઠળ રૂપિયા આપવામાં આવે છે.
-BCCIએ ખેલાડીઓના પ્રદર્શનના આધારે ત્રણ ગ્રેડ પાડ્યા છે. આ કરારમાં ખેલાડીઓના અનુભવ અને પ્રદર્શનને જોવામાં આવે છે. 
- જો કોઇ ખેલાડી પ્રથમ વખત રમી રહ્યો છે તો તેને ગ્રેડ સીમાં જગ્યા આપવામાં આવે છે.
-  આ કરાર એક વર્ષનો હોય છે અને દર મહિને ખેલાડીઓને રૂપિયા મળે છે.
 
એક મેચના મળે છે 5 લાખ રૂપિયા
 
- BCCIના  ગ્રેડ Aમાં રહેલા ક્રિકેટરોને વર્ષે 1 કરોડ રૂપિયા મળે છે. આ ગ્રેડમાં રહેલા ક્રિકેટરોને દર એક ટેસ્ટ માટે 5 લાખ તેમજ દર વન ડે માટે 3 લાખ રૂપિયા મળે છે.
- BCCIની આ યાદીમાં મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
- ગ્રેડ Bમાં રહેલા ખેલાડીઓને વાર્ષિક 50 લાખ રૂપિયા મળે છે. 
- જ્યારે ગ્રેડ Cમાં રહેલા ખેલાડીઓને વાર્ષિક 25 લાખ રૂપિયા મળે છે.
 
ક્રિકેટર્સના પગારમાં થઇ શકે છે વધારો
 
- સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ભારતીય ક્રિકેટરોના વાર્ષિક પગારમાં વધારો થઇ શકે છે.
- ગ્રેડ 'એ'નો કોન્ટ્રાક્ટ ધરાવતા ક્રિકેટરને વાર્ષિક 1 કરોડનો પગાર મળે છે. જો કોન્ટ્રાક્ટમાં વધારો થાય તો ક્રિકેટર્સ વાર્ષિક  5 કરોડ રૂપિયા મેળવશે.
- સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર દ્વારા ક્રિકેટર્સના પગારમાં વધારો કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
- છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં રમતા ચેતેશ્વર પૂજારાની સરખામણીએ પવન નેગી આઇપીએલના કોન્ટ્રાક્ટ દ્વારા વધુ કમાણી કરી રહ્યો છે.
- પગારમાં વધારાથી ટેસ્ટ ક્રિકેટર્સ- આઇપીએલનો કોન્ટ્રાક્ટ ધરાવતા પ્લેયર્સ વચ્ચેનો તફાવત ઘટી જશે.
 
નોધ: આ માહિતી BCCIના 2015-16ના કરાર પર આધારિત છે
 
આગળની સ્લાઈડ્સ માં વાંચો, ક્રિકેટરોને કેવી રીતે મળે છે રૂપિયા...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: BCCI Players Central Contracts For 2015-16
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended