Home »Sports »Cricket »Expert Comments» Gujarati Origin Batsman Hashim Amla Hits Maiden IPL Century

અમલાએ ફટકારી IPL-10ની બીજી સદી, સુરત સાથે રહ્યો છે સબંધ

divyabhaskar.com | Apr 21, 2017, 00:01 AM IST

  • હાશિમ અમલાએ મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ સદી ફટકારી હતી
સ્પોર્ટ્સ ડેસ્ક: કિંગ્સ ઇલેવન પંજાબના ખેલાડી હાશિમ અમલાએ IPL-10ની બીજી સદી ફટકારી હતી. અમલાએ મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ 104* રનની ઇનિંગ રમી હતી.  ઘણા ઓછા લોકો જાણતા હશે કે હાશિમ અમલાનો સબંધ ગુજરાત સાથે રહ્યો છે. અમલાના પિતા અને દાદાનો જન્મ સુરતમાં થયો હતો.
 
અમલાના દાદા છે ગુજરાતી
 
- મૂળ સુરત સાથે સબંધ રાખનારા હાશિમ અમલાનો જન્મ 31 માર્ચ, 1983માં ડરબનમાં થયો હતો. 
- તેના દાદા ગુજરાતી હતા. હાશિમના પિતા મોહમ્મદ અમલા સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલા હસનજી ટેકરા વિસ્તારમાં જન્મ્યા હતા. 
- બાદમાં હાશિમના પિતા આફ્રિકાના ડરબન શહેરમાં વેપાર ધંધા અર્થે જતા રહ્યા હતા અને ત્યાં જ વસી ગયા. 
- હાશિમ અમલાનો ભાઇ અહમદ અમલા પણ ક્રિકેટ રમે છે. 
- તેને અમલાથી બે વર્ષ પહેલા ડેબ્યુ કર્યુ હતું. તે પહેલા ભારતીય મૂળના ખેલાડી છે જે દક્ષિણ આફ્રિકા માટે ક્રિકેટ રમે છે.
 
અમલાના પિતા ડોક્ટર અને દાદા હતા વેપારી
 
- હાશિમ અમલાના દાદા સુરતથી ડરબન આવી એક પરચૂરણની દુકાનમાં નોકરીએ રહ્યાં હતા.
- અમલાના પિતા મોહમ્મદ અમલા ડોક્ટર છે, આજે પણ તેઓ ઘરમાં સુરતી-ગુજરાતી ભાષા જ બોલે છે.
- હાશિમ અમલાના સગાઓ અત્યારે સુરતના સૈયદપરા વિસ્તારમાં આવેલા હરીપુરામાં રહે છે.  
- અમલાની પત્નીનું નામ સુમૈયાહ છે. તે પણ હાશિમ અમલાની જેમ રૂઢિચુસ્ત મુસ્લિમ ધર્મ અપનાવે છે.
 
આગળની સ્લાઈડ્સ માં વાંચો, 2008માં સુરત આવ્યો હતો અમલા...
 
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati Origin Batsman Hashim Amla Hits Maiden IPL Century
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended