Home »Sports »Cricket »Expert Comments» When Sachin Tendulkar Felt The Need To Disturb Jason Gillespie

જેના બોલથી સચિન જેવા ખેલાડી પણ ડરતા હતા, જાણો આજે તે શું કરે છે

divyabhaskar.com | Apr 20, 2017, 00:06 AM IST

  • જેસન ગિલેસ્પી અને પત્ની અના ગિલેસ્પી
સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાનો  દિગ્ગજ પેસ બોલર જેસન ગિલેસ્પીએ પોતાના 42માં જન્મ દિવસની ઉજવણી કરી હતી. ગિલેસ્પી તે બોલર્સમાં શામેલ છે જેનાથી સચિન તેંડુલકર જેવા દિગ્ગજ બેટ્સમેન પણ ડરતા હતા. 150kmphની ઝડપથી બોલ ફેકનારા આ રાઇટ હેન્ડ બોલરે પોતાની કારકિર્દીમાં 71 ટેસ્ટમાં 259 અને 97 વન ડે મેચમાં 142 વિકેટ ઝડપી છે. ગત મહિના સુધી ગિલેસ્પી યોર્કશાયર ટીમનો કોચ હતો.
 
આ કારણે ડરતો હતો સચિન
 
- સચિન તેંડુલકરે સંન્યાસ બાદ એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે કઇ રીતે તેની કારકિર્દીમાં કેટલાક બોલર્સે તેને પરેશાન કર્યો હતો. સચિને કહ્યું હતું, મને વસીમ અકરમ, એલન ડોનાલ્ડ, શેન વોર્ન અને ગ્લેન મેકગ્રાથને રમવામાં એટલી પરેશાની નથી થઇ જેટલી ઓસ્ટ્રેલિયાના જેસન ગિલેસ્પી અને હેન્સી ક્રોનિયે સામે થતી હતી.
- ટેસ્ટ ક્રિકેટના 15921 રનમાંથી 25 ટકા રન સચિને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બનાવ્યા હતા પરંતુ ઓસ્ટ્રેલિયન બોલર્સે જ તેને સૌથી વધુ વખત આઉટ કર્યો હતો. આ સમયમાં ગિલેસ્પી સચિનને સૌથી વધુ 6 વખત આઉટ કરી ચુક્યો હતો. 
- જો કે બાદમાં તેની જગ્યા ઓસ્ટ્રેલિયાના જ બ્રેટ લીએ લઇ લીધી હતી જેને સચિનને કારકિર્દીમાં 10 વખત આઉટ કર્યો હતો.
 
આગળની સ્લાઇડમાં વાંચો, ગિલેસ્પીની પર્સનલ લાઇફની તસવીરો અને રસપ્રદ વાતો...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: When Sachin Tendulkar felt the need to disturb Jason Gillespie
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended