Home »Sports »Cricket »Expert Comments» Check Out One Time IPL Star Players Where And What To Do Right Now

IPLમાં એક સમયે સ્ટાર હતા આ ખેલાડી, હવે બન્યા ગુમનામ

divyabhaskar.com | Apr 19, 2017, 17:53 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10નો રોમાંચ તેની ચરમસીમા પર છે.  આ સિઝનમાં અત્યાર સુધી 20 મેચ રમાઇ ગઇ છે. આ સિઝનમાં નીતિશ રાણા, મનન વહોરા, કૃણાલ પંડ્યા, રાશિદ ખાન, મનિષ પાંડે જેવા યંગ સ્ટાર ધમાલ મચાવી રહ્યાં છે. આ પહેલા પણ કેટલાક સ્ટાર ખેલાડીએ IPLમાં ધમાલ મચાવી હતી. જો કે આજે તેમનું નામ પણ સાંભળવા નથી મળતું. જેમાં સૌ પ્રથમ નામ IPLમાં સદી ફટકારનાર પોલ વલથાટીનું છે.
 
પોલ વલથાટીએ IPL-2011માં ફટકારી હતી સદી
 
- IPL 2011માં મોહાલીમાં કિંગ્સ ઇલેવન અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચેની મેચમાં મુંબઇના પોલ વલથાટીએ સદી ફટકારી હતી.
- પંજાબ માટે 189 રનનો પડકાર મેળવવો અશક્ય લાગતો હતો પરંતુ પંજાબના 27 વર્ષીય ક્રિકેટરે માત્ર 63 બોલમાં 120 રનની તોફાની ઇનિંગ રમી ટીમને જીતાડી હતી. એટલું જ નહી ક્રિકેટ પ્રશંસકોને પણ પોતાની ઇનિંગથી હેરાન કરી દીધા હતા.
-તે બાદ વલથાટીએ આગળની મેચમાં પણ 47 બોલમાં 75 રનની ઇનિંગ રમી હતી અને બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરતા 29 રન આપી 4 વિકેટ ઝડપી હતી.
- પોલ વલથાટીએ ફરી એક વખત 46 રનની વિસ્ફોટક ઇનિંગ રમી તેની ટીમે ત્રણ ઓવરમાં 50 રનનો આંકડો પાર કરી આઇપીએલમાં ઇતિહાસ રચ્યો હતો.
- જો કે 5 વર્ષ બાદ તે ક્યાં છે, કોઇને ખબર નથી. ક્રિકેટરોને ભગવાનની જેમ પૂજનારા આ દેશમાં પોલ વલથાટી જેવા એક ક્રિકેટરને શોધવો મુશ્કેલ છે.
- પોલ વલથાટીએ 2013માં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ IPLની અંતિમ મેચ રમી હતી.  
 
આગળની સ્લાઇડમાં વાંચો, IPLમાં એક સમયના સ્ટાર ખેલાડી આજે ક્યાં છે...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check out one time IPL Star players where and what to do right now
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended