Home »Sports »Cricket »Latest News» Australia All Out 74 Runs Against Sri Lanka In One Day Match 2013

RECORD: 74 રનમાં ઓલ-આઉટ થઈ ઓસ્ટ્રેલિયન ટીમ

divyabhaskar.com | Jan 18, 2013, 11:51 AM IST

હાલમાં ભારતીય ક્રિકેટ પ્રેમીઓ આવતીકાલે (19 જાન્યુઆરી) ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી વનડે મેચની રાહ જોઈ રહ્યા છે. ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીના હોમગ્રાઉન્ડ રાંચીમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાવા જઈ રહી છે. (જુઓ - PHOTOS: કુલશેખરાના કહેરમાં ઘરઆંગણે કચડાયા કાંગારૂઓ)

પરંતુ આ બાજુ ટેસ્ટ શ્રેણીમાં વ્હાઈટવોશનો સામનો કર્યા બાદ શ્રીલંકન ટીમે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે શરમજનક સ્થિતિમાં મૂકી દીધી છે. ઓસ્ટ્રેલિયન ટીમ ફક્ત 74 રનના સ્કોર પર ઓલ-આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે પરાજય આપ્યો હતો.

ઝડપી બોલર નુવાન કુલશેખરાની ઘાતક બોલિંગ સામે કાંગારૂ બેટ્સમેનો ઘૂંટણીયે પડી ગયા હતા અને આખી ટીમ 74 રનમાં જ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. યજમાન ઓસ્ટ્રેલિયા 26.4 ઓવરમાં જ તંબૂ ભેગી થઈ ગઈ. 1986 બાદ વનડેમાં ઓસ્ટ્રેલિયાનું સૌથી કંગાળ બેટિંગ પ્રદર્શન છે.

- શ્રીલંકાએ જીતી મેચ

ઓસ્ટ્રેલિયાએ આપેલા 75 રનના નાના લક્ષ્યાંકને પાર પાડવા ઉતરેલી શ્રીલંકન ટીમ પણ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી. મેચ જીતવા માટે શ્રીલંકાને પોતાની 6 વિકેટ ગુમાવવી પડી હતી. શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 75 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

આગળ ક્લિક કરો અને જાણો, કેવી રીતે ઢેર થયા કાંગારૂઓ અને ટીમનો સ્કોરકાર્ડ.......કેવું રહ્યું કુલશેખરાનું ઘાતક પ્રદર્શન

(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: australia all out 74 runs against sri lanka in one day match 2013
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended