Home »Sports »Other Sports» All India Football Federation Website Has Been Hacked

ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની વેબસાઇટ હેક, પોસ્ટ થઇ ભારત વિરોધી વાતો

divyabhaskar.com | May 10, 2017, 12:04 PM IST

  • ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની વેબસાઇટ હેક થઇ હતી
નવી દિલ્હી: ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની વેબસાઇટ હેક થઇ છે. વેબસાઇટ હેકર્સે કુલભૂષણ જાધવ અને ભારત વિરોધી મેસેજ પોસ્ટ કર્યા છે. પોસ્ટમાં લખવામાં આવ્યુ છે કે ભારત જાધવને પરત માંગી રહ્યો છે પરંતુ પાકિસ્તાન ભારતને તેની ડેડ બોડી મોકલશે. હેકર્સે મેસેજ સાથે કુલભૂષણ જાધવની તસવીર અને ફાંસીનો ફંદો પણ લગાવ્યો છે. જો કે આ વેબસાઇટમાંથી હેકરને દૂર કરી દેવામાં આવી છે.
 
શું છે મામલો?
 
- ઇન્ટરનેશનલ કોર્ટે પાકિસ્તાનમાં ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવવા કહ્યું છે.
- જાધવને પાકિસ્તાનમાં જાસુસી અને વિધ્વંસક ગતિવિધિઓના આરોપમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.
- ભારતે જાધવની ફાંસી વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય અદાલતમાં અપીલ કરી હતી.
- આંતરરાષ્ટ્રીય વિધિ કોર્ટે ભારતીય નાગરિક જાધવની ફાંસીની સજા પર સ્ટે મુકી દીધો છે.
- કુલભૂષણ જાધવની માર્ચ 2016માં જાસુસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીર...
(Other Sports Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: All India Football Federation website has been hacked
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended