Home »Sports »IPL 2017 »Off The Field» David Warner Personal Life Facts

1.5 વર્ષ મોટી GF સાથે લગ્ન, આવી છે હૈદરાબાદના આ ક્રિકેટરની લવ સ્ટોરી

divyabhaskar.com | May 18, 2017, 12:55 PM IST

  • ડેવિડ વોર્નર પરિવાર સાથે
સ્પોર્ટ્સ ડેસ્ક: સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમિનેટર મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 7 વિકેટે હારી IPL-10માંથી બહાર થઇ ગઇ છે. હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે આ સીઝનમાં 641 રન બનાવ્યા છે. વોર્નર IPL-10માં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર્સ છે. વોર્નરને ચીયર કરવા તેની પત્ની કેન્ડિસ દરેક મેચમાં હાજર રહી હતી. મહત્વપૂર્ણ છે કે 2015માં આઇપીએલ પહેલા વોર્નર અને કેન્ડિસે લગ્ન કર્યા હતા. તે બાદ આ કપલ ભારત આવ્યું હતું.
 
1.5 વર્ષ મોટી છે વોર્નરની પત્ની
 
- ડેવિડ વોર્નર (27 ઓક્ટોબર, 1986)ની પત્ની કેન્ડિસ (13 માર્ચ, 1985) તેનાથી 1.5 વર્ષ મોટી છે. 6 મહિનાના રિલેશનશિપ બાદ વોર્નરે તેને પ્રપોઝ કર્યુ હતું. એક ઇન્ટરવ્યૂંમાં વોર્નરે કહ્યું હતું કે તેને ક્યારેય વિચાર્યુ નહતું કે તે કોઇને ઘુંટણીયે બેસીને પ્રપોઝ કરશે.
- વોર્નર અનુસાર, 'અમે બીચ પર પિકનિક મનાવવા ગયા હતા. અહી હું કેન્ડિસને રિંગ પહેરાવવાનો હતો પરંતુ તેમ ન બની શક્યું.
- અમે હોટલના રૂમમાં પરત ફર્યા ત્યારે તે સરપ્રાઇઝ઼્ડ હતી, કારણ કે આખો રૂમ ફૂલોથી સજાવેલો હતો.
- આ મામલે કેન્ડિંસને કઇ ખબર નહતી. મે હોટલના સ્ટાફને આવુ કરવા કહ્યું હતું, જેથી રિંગ પહેરી કેન્ડિંસ હોટલની રૂમમાં આવે તો તેને સ્પેશિયલ ફિલ થાય.
- રૂમમાં આવ્યાના થોડી વાર બાદ ઘણી મુશ્કેલીથી તેને કહ્યું હતું, 'કેન્ડિંસ ફોલજોન...વિલ યૂ મેરી મી'
 
આગળની સ્લાઇડમાં વાંચો જુઓ, ડેવિડ વોર્નર સાથે જોડાયેલ રસપ્રદ Facts...
(IPL 2017 Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: David Warner Personal Life Facts
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended