Home »Sports »IPL 2017 »Latest News» MI Vs KKR Live Score: IPL 10 Qualifier 2 Cricket Scorecard, News, Updates

મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, ફાઇનલમાં પૂણે સામે ટકરાશે

divyabhaskar.com | May 19, 2017, 23:43 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10ની બીજી ક્વોલિફાયર મેચમાં મુંબઇ ઇન્ડિયન્સકોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. કોલકાતાના 108 રનના પડકારનો પીછો કરતા મુંબઇએ 14.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાને મેળવી લીધો હતો. મુંબઇ તરફથી કૃણાલ પંડ્યાએ 45* રન બનાવ્યા હતા. આ પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સ 18.5 ઓવરમાં 107 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. મુંબઇ તરફથી કર્ણ શર્માએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. હવે રવિવારે ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સનો મુકાબલો પૂણે સુપરજાયન્ટ સામે થશે. મુંબઇ ઇન્ડિયન્સ ચોથી વખત ફાઇનલમાં પહોચી છે.
 
કોલકાતાના 107 રન
 
- કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઇ ઇન્ડિયન્સને જીતવા માટે 108 રનનો પડકાર આપ્યો છે.
- કોલકાતા તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 31 જ્યારે ઇશાક જગ્ગીએ 28 રન બનાવ્યા હતા. - મુંબઇ તરફથી કર્ણ શર્માએ સૌથી વધુ 4, જસપ્રિત બુમરાહે 3 અને મિશેલ જોનસને 2 વિકેટ ઝડપી હતી.
- કોલકાતાની ખરાબ શરૂઆત થઇ હતી. કોલકાતાને પ્રથમ ફટકો ક્રિસ લીનના રૂપમાં લાગ્યો હતો.
- ક્રિસ લીન 4 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં પોલાર્ડને કેચ આપી બેઠો હતો.
- ત્યારબાદ સુનીલ નારાયણ કર્ણ શર્માની ઓવરમાં 10 રને પાર્થિવ પટેલે સ્ટમ્પ આઉટ કર્યો હતો. 
રોબિન ઉથપ્પા 1 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં એલબી આઉટ થયો હતો.
- ગ્રાન્ડહોમ કર્ણ શર્માની ઓવરમાં 0 રને એલબી આઉટ થયો હતો.
- આ પહેલા ગૌતમ ગંભીર 12 રને કર્ણ શર્માની ઓવરમાં હાર્દિક પંડ્યાને કેચ આપી બેઠો હતો.
- ઇશાક જગ્ગી 28 રને આઉટ થયો હતો.
 
બન્ને ટીમ આ રીતે છે
 
મુંબઇ ઇન્ડિયન્સ: લેન્ડલ સિમોન્સ, પાર્થિવ પટેલ, રોહિત શર્મા (કેપ્ટન), અંબાતી રાયુડૂ, કૃણાલ પંડ્યા, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, મિશેલ જોનસન, કર્ણ શર્મા, જસપ્રિત બુમરાહ, લસિથ મલિંગા
 
કોલકાતા નાઇટ રાઇડર્સ: રોબિન ઉથપ્પા, ક્રિસ લીન, ગૌતમ ગંભીર (કેપ્ટન), ઇશાક જગ્ગી, સૂર્યકુમાર યાદવ, પીયૂષ ચાવલા, સુનીલ નારાયણ, અંકિત રાજપૂત, નાથન કોલ્ટર નાઇલ, કોલિન ગ્રાન્ડહોમ, ઉમેશ યાદવ
 
આગળની સ્લાઇડમાં જુઓ, મેચની લેટેસ્ટ તસવીરો....
(IPL 2017 Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: MI Vs KKR Live Score: IPL 10 Qualifier 2 Cricket Scorecard, News, Updates
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended