Home »Sports »Other Sports» 10 Year Old Writes A Letter To Dead Father For Liverpool Team

10 વર્ષના પુત્રે મૃત પિતાને લેટર લખીને કહ્યું ‘ડેડ તમે ભગવાન કહેજો લિવરપૂલને જીતાડે’

Agency, London | Feb 15, 2017, 03:12 AM IST

  • 10 વર્ષના પુત્રે મૃત પિતાને લેટર લખીને કહ્યું ‘ડેડ તમે ભગવાન કહેજો લિવરપૂલને જીતાડે’,  other sports news in gujarati
લંડન:દક્ષિણ આફ્રિકાને 1995માં રગ્બી વર્લ્ડકપમાં ચેમ્પિયન બનાવનાર સુકાની જૂસ્ટ વાન ડેર વેસ્થુઈજેનનું લાંબી બિમારી પછી સોમવારે નિધન થયું હતું. જૂસ્ટ છેલ્લા છ વર્ષથી મોટર ન્યૂરોન ડિસીઝથી પીડિત હતો. આ બિમારીમાં પીડિતની માંસપેશીઓ કમજોર બની જાય છે. જૂસ્ટના 10 વર્ષના પુત્ર જોર્ડને પોતાના પિતાના નામે એક ભાવુક લેટર લખ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે ડેડ તમે ભગવાનની નજીક છો. તેમને કહેજો કે આ વખતે લિવરપૂલ ટીમ જ જીતે. લિવરપૂલની ટીમ ઇંગ્લીશ પ્રીમિયર લીગમાં ફૂટબોલ રમે છે અને આ સિઝનમાં ચોથા સ્થાને છે.
 
જોર્ડને લખ્યું હતું કે, ડિયર ડેડી જીવનમાં દરેક વસ્તુ માટે તમારો આભાર. સૌથી વધારે આભાર હંમેશા બેસ્ટ બનવાનો પ્રયત્ન કરવા માટે. તમે દૂનિયાના બેસ્ટ રગ્બી ખેલાડી હતા. હું પણ તમારી જેમ સ્પોર્ટ્સમેન બનવા માંગુ છું. હું હંમેશા તમને પ્રેમ કરતો રહીશ. ડેડી પ્લીઝ ભગવાનને કહેજો કે આ વખતે લિવરપૂલ જરૂર જીતે અને હા તમે ક્યારેય એકલા વોક ઉપર જતા નહીં. આઈ લવ યુ સો મચ, જોર્ડન. જોર્ડનની માતા અને જૂસ્ટ વાન ડેર વેસ્થુઇજેનની પૂર્વ પત્ની અને ગાયિકા એમોર વિટોને પોતાના પતિને યાદ કરતા કહ્યું હતું કે, જૂસ્ટ ઘણો હેન્ડસમ હતો અને તેની આંખો દૂનિયાની સૌથી સુંદર આંખો હતી.
 
જે બિમારી સામે મોટાભાગના લોકો થોડા મહિના જ ટકી શકે છે જૂસ્ટે છ વર્ષ સુધી સંઘર્ષ કર્યો. મને લાગે છે કે તે પોતાના બાળકો માટે જીવવા માંગતા હતા. આ ઝૂનને તેમને બિમારી સામે લડવાની તાકાત આપી હતી. મને આશા છે કે અમારા બન્ને બાળકો તેમની જેમ ક્યારેય હાર ન માનનાર વ્યક્તિ બનશે. તે પણ પોતાના પિતાની જેમ રિયલ લાઇફ ફાઇટર બનશે. ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી સિક્સ નેશન્સ રગ્બી ટૂર્નામેન્ટ દરમિયાન જૂસ્ટને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને તેની યાદમાં એક મીનિટનું મોન પાળવામાં આવ્યું હતું.
 
પૂર્વ ગોલકીપરે પોસ્ટ કર્યો હતો લેટર

લિવરપૂલના પૂર્વ ગોલકિપર સેંડર વેસ્ટવેલ્ડે ટ્વિટર ઉપર આ લેટર પોસ્ટ કર્યો હતો. આ પછી આ પોસ્ટને હજારો વખત ટીટ્વીટ કરવામાં આવી હતી. કેટલાક પ્રશંસકોએ લખ્યું કે લિવરપૂલે હવે જોર્ડન માટે જીવ લગાવીને રમવું જોઈએ. અસંભવ કશું જ નથી.
 
(Other Sports Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 year old writes a letter to dead father for Liverpool team
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended