Home »Saurashtra »Latest News »Surendranagar» Young Girl Was Raped In Jeep At Late Night In Patdi Surendranagar

પાટડી: ચાલુ ગાડીએ યુવતી પર દુષ્કર્મ, પીડિતા દોઢ કલાક રોડ પર કણસતી રહી

Bhaskar News, Surendranagar | Apr 16, 2017, 10:01 AM IST

  • ચાલુ ગાડીએ યુવતિ પર દુષ્કર્મ આચર્યું
પાટડી:સુરેન્દ્રનગર સરકારી તંત્રમાં ફરજ બજાવતી એક યુવતીને ફત્તેપુરા ગામનો ઠાકોર શખ્સ દસાડા ગામથી બોલેરો જીપમાં વણોદ લઇ જવાનું બેસાડી હતી. ત્યારબાદ એછવાડા ગામના બોર્ડ પાસે ચાલુ ગાડીએ દુષ્કર્મ આચરીને રસ્તામાં ઉતારી નાસી છૂટ્યો હતો. દુષ્કર્મ આચર્યા બાદ યુવતિને એછવાડા ગામના પાટીયે ઉતારીને નાસી છૂટ્યો હતો. જેમાં પીડીતા એકથી દોઢ કલાક સુધી કણસતી રહી હતી. આ ઘટના અંગે યુવતીએ દસાડા પોલીસ મથકે દુષ્કર્મ આચર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝબ્બે કરી તપાસ આદરી છે. 
 
અંધારામાં એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યુ
 
પાટડી તાલુકાની નિર્ભયા (નામ બદલેલ છે) વણોદ ગામેં જવા માટે ગત મોડી સાંજે દસાડા ગામેં ઉભી હતી. ત્યારે પાટડી તાલુકાના ફત્તેપુરા ગામનો વતની ભરતભાઇ તલાજી ઠાકોર નામનો શખ્શ ત્યાંથી પોતાની બોલેરો ગાડી લઇને નીકળ્યો હતો. એણે આ યુવતિને વણોદ ગામેં ઉતારવાનું કહીને પોતાની બોલેરો ગાડીમાં ઉતારવાનું કહીને રાત્રીના અંધારામાં એકલતાનો લાભ લઇ એછવાડાના પાટીયા પાસે યુવતી પર દુષ્કર્મ આચર્યુ હતુ. 
 
દુષ્કર્મ આચર્યા બાદ આરોપી નાસી છુટ્યો
 
આ હેવાન આટલેથી ના અટકતા આ યુવતી પર ચાલુ ગાડીએ દુષ્કર્મ આચર્યા બાદ વણોદના બદલે એછવાડા ગામે જ ઉતારીને નાસી છુટ્યો હતો.  આ ઘટના બાદ દુષ્કર્મ પિડીતાએ 100 નંબર પર કોલ કરી ફરિયાદ નોંધાવતા દસાડા પોલીસ તાકીદે હરકતમાં આવી હતી. અને પોલીસ સ્ટાફે ફત્તેપુરાના આરોપી ભરતભાઇ તલાજી ઠાકોરને ઝબ્બે કરી પિડીતાને મેડીકલ તપાસ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી હતી.
 
પીડિતા રોડ પર દોઢ કલાક કણસતી રહી
 
ફતેપુરાના ભરતભાઇ ઠાકોરે પીડીતા સાથે દુષ્કર્મ આચર્યા બાદ એછવાડા ગામના પાટીયે ઉતારીને નાસી છૂટ્યો હતો. જેમાં પીડીતા એકથી દોઢ કલાક સુધી કણસતી રહી હતી. ત્યારબાદ પોલીસ સહિતના સ્ટાફે ધસી જઇને પીડીતાને સારવાર માટે મોકલી આપી હતી.
 
સસરાના ઘેરથી આરોપી ઝબ્બે આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Young Girl was raped in Jeep at late night in Patdi Surendranagar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended