Home »Saurashtra »Latest News »Surendranagar» Suspicious Box Found From Forest Area At Surendranagar

સુરેન્દ્રનગર: ફોરેસ્ટ વિસ્તારમાંથી શંકાસ્પદ બોક્ષ મળ્યું, એન્ટીના, ચીપ્સની તપાસ

Bhaskar News, Surendranagar | Apr 21, 2017, 03:07 AM IST

સુરેન્દ્રનગર:વઢવાણમાં રહેતા પ્રકૃતી પ્રેમી કારીયાણી પાસેના ફોરેસ્ટ વિભાગમાં ગયા હતા. ત્યારે બાવળની ઝાડમાંથી એન્ટીના, ચીપ્સ સહિતની શંકાસ્પદ વસ્તુઓ થર્મોકોલના બોકસમાં મળી આવી હતી. આથી આ અંગે જોરાવરનગર પોલીસ મથકે જાણ કરાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
 
સુરેન્દ્રનગર જિલ્લાના વન વિભાગ હસ્તકના એરીયામાંથી અવારનવાર શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવે છે. ત્યારે વઢવાણની ખારવાની પોળમાં રહેતા પ્રકૃતી પ્રેમી હિતેશ્વરસિંહ વિજયસિંહ મોરી કારીયાણી ગામ પાસે આવેલ ફોરેસ્ટ વિભાગની જગ્યામાં ગયા હતા. આ સમયે બાવળની ઝાડીમાં તેઓને થર્મોકોલનું બોકસ શંકાસ્પદ લાગતા તપાસ કરી હતી. જેમાં બોકસમાંથી ઇલેકટ્રોનીકસ ચીપ્સ અને એન્ટીના સહિતનો સામાન મળી આવ્યો હતો.
 
જેના લીધે હિતેશ્વરસિંહ મોરીએ આ અંગે જોરાવરનગર પોલીસને જાણ કરતા એ.એ.વડગામાએ ઘટનાસ્થળે ધસી જઇ તપાસ કરી નિવેદન લીધા હતા. હજુ થોડા દિવસો પહેલા જ વઢવાણ તાલુકાના કારીયાણી ગામને આદર્શ ગામ જાહેર કરવાના કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કારીયાણી આવ્યા હતા. ત્યારે તેમના કાર્યક્રમના થોડા દીવસો બાદ જ બીનવારસી હાલતમાં આવી ચીજવસ્તુ મળી આવી હતી. આથી બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આ બનાવની વધુ તપાસ જોરાવરનગર પીએસઆઇ એ.પી.ગઢવી ચલાવી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Suspicious Box found from forest area at Surendranagar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended