Home »Saurashtra »Latest News »Surendranagar» Surendranagar In Pelvic Treating In Women Lost Her Arms Accusing Against Hospital

સુરેન્દ્રનગર: પેડુ દુ:ખાવાની સારવારમાં મહિલાએ હાથ ગુમાવ્યો, હોસ્પિટલ સામે આક્ષેપ

Bhaskar News, Surendranagar | Apr 18, 2017, 23:48 PM IST

  • સુરેન્દ્રનગર: પેડુ દુ:ખાવાની સારવારમાં મહિલાએ હાથ ગુમાવ્યો, હોસ્પિટલ સામે આક્ષેપ,  surendranagar news in gujarati
(હાથ કપાયેલી હાલતમાં મુમતાઝબેન.)
 
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરની રાજકોટ પરણાવેલી પુત્રી તહેવાર કરવા પિતૃગૃહે આવી હતી. ત્યારે અચાનક પેડુમાં દુ:ખાવો ઉપડતા સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. જેમાં ડોકટરની બેદરકારીથી રીએકશન આવતા હાથમાં ગેંગરીન થયાના આક્ષેપ વચ્ચે દર્દીને અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે મહિલાને હાથ કપાવવાનો વારો આવ્યો હતો. આ અંગે ગ્રાહક સુરક્ષા ફોરમમાં વળતર મેળવવા કાર્યવાહી હાથ ધરાઇ છે.
 
મતાઝબેનને અચાનક પેડુમાં દુ:ખાવો શરૂ થયો હતો
 
સુરેન્દ્રનગરના મેલડીપરામાં રહેતા સખીનાબેનની દીકરી મુમતાઝબેનના રાજકોટ ખાતે નિકાહ થયા હતા. ત્યારબાદ ઓકટોબર 2016ના સમયમાં પિયર મહોરમના તહેવાર કરવા આવેલા મુમતાઝબેનને અચાનક પેડુમાં દુ:ખાવો શરૂ થયો હતો. આથી સુરેન્દ્રનગરની સીયુ શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં સારવાર માટે જતા ડોકટરે કીડનીમાં સોજાનું જણાવી ડાબા હાથે ઇંજેકશન આપ્યુ હતુ. ત્યારબાદ અચાનક હાથ સૂજી ગયો અને હાથમાં રસી થઇ ગઇ હતી.
 
સારવાર પૂરી કર્યા વગર તેઓને ડિસ્ચાર્જ કરી દેવાયા હતા
 
આ અંગે હોસ્પિટલને જાણ કરતા સારવાર પૂરી કર્યા વગર તેઓને ડિસ્ચાર્જ કરી દેવાયા હતા. ત્યારબાદ બે-ત્રણ માસ સુધી વારંવાર હોસ્પિટલમાં સારવાર કરાવવા છતાં કોઇ ફેર ન પડતા અંતે હોસ્પિટલે તેઓને નાણા આપી અમદાવાદ સારવાર કરાવવા મોકલ્યા હતા. જયાં સીવીલ હોસ્પિટલમાં હાથમાં દવાનું રીએકશન આવતા ગેંગરીન થયુ હોવાનું નિદાન ડોકટરોએ કરતા મુમતાઝબેનને હાથ કપાવવાનો વારો આવ્યો હતો. આથી મુમતાઝબેન એક હાથે મજૂરી કામ કરી ન શકતા તેઓને  મોટુ નુકશાન પહોંચ્યુ છે. જેના લીધે તેઓએ વકીલ મધુસુદનભાઇ પંડ્યા દ્વારા ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ સામે રૂપિયા 20 લાખના વળતરની માંગણી કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surendranagar in pelvic treating in Women lost her arms accusing Against hospital
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended