Home »Saurashtra »Latest News »Surendranagar» SRP Soldiers Brutally Beat Farmer Family Including Woman Video Got Viral

સુરેન્દ્રનગરમાં SRPની ગુંડાગીરી: ખેડૂત દંપતીને ઢોર માર માર્યો, વિડીયો વાઇરલ

Bhaskar News, Surendranagar | Apr 21, 2017, 01:01 AM IST

  • એસઆરપીના જવાનોએ મહીલા સહિત ખેડૂત પરીવારને ઢોર માર માર્યો
સુરેન્દ્રનગર, ચૂડા:ચૂડા તાલુકાના ચોકડી ગામની સીમમાં ચાલી રહેલા સૌની યોજના કામ પર તૈનાત કરાયેલા એસઆરપીના જવાનોએ મહીલા સહિત ખેડૂત પરીવારને ઢોર માર મારવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. એસઆરપીની કથીત ગુંડાગીરીનો વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ખેડૂતોના વિકાસની વાતો કરતી ભાજપ સરકારના રાજમાં ખેડૂત સાથે બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.
 
વિડીયો વાઇરલ થતા ખળભળાટ મચ્યો
 
નર્મદા અને સૌની યોજનાના કામમાં ખેડૂતોને થયેલા નુકશાન અને જમીનના વળતર પેટે ઓછા નાણા ચૂકવવામાં આવ્યા હોવાની અનેક ખેડૂતો બૂમરાડો પાડી રહ્યા છે. ઘણા એ તો કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા છે. ત્યારે ચૂડા તાલુકાના ચોકડી ગામે રહેતા ઘનશ્યામભાઇ તળપદા કોળીની વાડીમાં સૌની યોજના લીંક-4નું કામ કરવામાં આવ્યુ હતુ. તે સમયે તેમને વળતર આપવા માટેનું એગ્રીમેન્ટ કરવામાં આવ્યુ હતુ. પરંતુ તેમને નાણા ચૂકવવામાં આવ્યા ન હતા.
 
મહીલા સહિત ખેડૂત પરિવારને માર માર્યો
 
આથી તા. 18 એપ્રીલના રોજ ઘનશ્યામભાઇએ કામ અટકાવ્યુ હતુ. અને વળતર આપ્યા બાદ કામ કરવા જણાવ્યુ હતુ. આ મામલે ત્યાં તૈનાત જવાનો ઉશ્કેરાઇ ગયા હતા. અને મહીલા સહિત ખેડૂત પરિવારને માર માર્યો હતો. આ બાબતે ઘનશ્યામભાઇના પત્ની પૂરીબેન સહિતના ખેડૂતોએ સુરેન્દ્રનગર એસપીની કચેરીએ રજૂઆતમાં એવી વિગતો જણાવી હતી કે, કોન્ટ્રાકટર જે.ડી.ધાંધલના કહેવાથી એસઆરપીના રઘુવીરસિંહે ખૂબ જ માર માર્યો હતો. આથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
 
ચૂડા પોલીસનો ફરિયાદ લેવાનો નનૈયો આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SRP Soldiers brutally beat farmer Family including woman video got viral
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended