Home »Saurashtra »Latest News »Surendranagar» Police Expose The Conceal To Alcohol The Use Basement In Chotila

દારૂ સંતાડવા ચોટીલામાં બનાવ્યું ગુપ્ત ભોંયરુ, જોઇને પોલીસ થઇ આશ્ચર્યચકિત

Bhaskar News, Chotila | Apr 14, 2017, 23:56 PM IST

  • ચોટીલાના ગારીડા ગામે એક ઘરના ગુપ્ત ભોંયરામાંથી વિદેશી શરાબનો જથ્થો પકડાયો
ચોટીલા:ચોટીલા તાલુકાના બામણબોર પોલીસ દ્વારા આ જ તાલુકાના ગારીડા ગામમાં રહેતા બાવાજી શખ્સના મકાનમાં છાપો માર્યો હતો. જેમાં ઘરની સીડી નીચે એક ગુપ્ત ભોંયરામાંથી વિદેશી દારૂની બોટલો તથા ચપલા કબજે કર્યા હતા. પોલીસ પણ આ નવતર કિમિયો જોઇ આશ્ચર્યચકિત બની ગઇ હતી.

મકાનમાં છાપો મારી દારૂની બોટલો કબજે કરી

ચોટીલાના ગારીડા ગામમાં એક ઘરમાં દારૂનો જથ્થો છુપાવ્યાની બાતમી મળતા બામણબોરના ઇન્ચાર્જ પી.એસ.આઇ. એ.બી.ગોહિલ તથા પોલીસ ટીમે ગારીડા ગામમાં રહેતા ગૌરીશંકર લાભુરામ બાવાજીના ઘેર છાપો માર્યો હતો. ત્યારે ઘરની સીડીની નીચે એક ગુપ્ત ભોંયરામાં પોલીસે તપાસ કરતા તેમાંથી રોયલ ગોલ્ડ ડીલક્સ દારૂની કાચની 20 નંગ બોટલો તથા દારૂના 144 ચપલા સહિત કુલ રૂ.22400નો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસને ચકમો આપવા નામચીન બુટલેગરોએ ખાસ ભોંયરા બનાવી તેમાં દારૂનો જથ્થો છુપાવવાનો કિમીયો નજરે નીહાળી પોલીસ પણ આશ્ચર્યચકિત બની ગઇ હતી. 

પોલીસે કાકા -ભત્રીજા સામે ગુનો નોંધ્યો

આ અંગે બામણબોર પોલીસ કર્મી મીઠાભાઇ સવસીભાઇ એ ગૌરીશંકર બાવાજી સામે ગુનો નોંધાવ્યો હતો. જ્યારે પોલીસે બીજો છાપો બામણબોર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ બંધ કારખાનામાં માર્યો હતો. ત્યાંથી પોલીસને વિદેશી દારૂની કાચની ચાર નંગ બોટલો મળી આવતાં પોલીસે રૂ.1600ની કિંમતનો આ દારૂ કબજે કરી લાલાભાઇ બાવાજી સામે ગુનો નોંધાવ્યો છે. જ્યારે આ બન્ને આરોપીઑ કાકા ભત્રીજા થતાં હોવાનું જાણવાં મળ્યું છે.
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Police Expose the Conceal to Alcohol the Use Basement in Chotila
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended