Home »Saurashtra »Latest News »Surendranagar» Patidar Held A Meeting At Swaraj Farm In Wadhwan

વઢવાણમાં પાટીદારોની રણનીતી, ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા

Bhaskar News, Wadhwan | Apr 14, 2017, 23:33 PM IST

  • વઢવાણના પાટીદારોની એક બેઠક સ્વરાજ ફાર્મ ખાતે યોજાઇ હતી
સુરેન્દ્રનગર:વઢવાણ તાલુકાના પાટીદારોની એક બેઠક સ્વરાજ ફાર્મ વઢવાણ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં આગામી સમયમાં આવનાર વિધાનસભા અને માર્કેટીંગયાર્ડની ચૂંટણીની રણનીતી ઘડાઇ હતી. આ ઉપરાંત ખેડૂતોને પડતી મુશ્કેલીની ચર્ચા વિચારણા કરી ન્યાય માટે સક્રિય બનવા હાકલ કરાઇ હતી.

પાટીદાર આગેવાનો દ્વારા ખેડૂતોના પ્રશ્નોની અંગે ચર્ચા વિચારણા

વઢવાણ તાલુકાના ખોડુ, ખારવા, બલદાણા, વડોદ, માળોદ, ટીંબા, વાઘેલા, ભદ્રેશી, ગોમટા, વગેરે ગામોમાં લેઉઆ પટેલની મોટી સંખ્યામાં વસ્તી છે. જ્યારે વઢવાણ શહેરમાં કડવા પાટીદારોની સંખ્યા વિશેષ છે. આગામી સમયમાં આવનાર વિધાનસભા અને માર્કેટીંગયાર્ડની ચૂંટણીના નગારા વાગી રહ્યા છે. આથી 2017ની ચૂંટણીમાં કિંગમેકર બનવા માટે પાટીદારોની એક બેઠક યોજાઇ હતી. જેમાં મોહનભાઇ પટેલ, વજુભા રાઠોડ, નરશીભાઇ ગોલાણી, દેવજીભાઇ, મુકેશભાઇ સહિતના 200 આગેવાનો ખેડૂતોના પ્રશ્નોની અંગે ચર્ચા વિચારણા કરાઇ હતી.

વિધાનસભામાં સંગઠિત બનીને ખેડૂતોને ન્યાય મળે તે માટે હાકલ

આ બેઠકમાં સંગઠિત થઇ ને એક સાથે રહેવા માટે માઁ ખોડલ અને માઁ ઉમીયના સોગંધ લેવાયા હતા. આ ઉપરાંત વઢવાણ માર્કેટીંગ યાર્ડ અને વિધાનસભામાં સંગઠિત બનીને ખેડૂતોને ન્યાય મળે તે માટે હાકલ કરાઇ હતી.  વઢવાણ પંથકમાં પાટીદારોની રણનીતી તૈયાર કરતા રાજકીય નવા જૂનીના એંધાણ વર્તાયા છે. બીજી તરફ રાજકિય વર્ચસ્વ સાબિત કરવા વઢવાણ યાર્ડની ચૂંટણી એસિડટેસ્ટ સાબિત થશે.
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Patidar Held A Meeting At Swaraj Farm in Wadhwan
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended