Home »Saurashtra »Latest News »Surendranagar» NCP Leader Praful Patel Visits Surendranagar, To Be Part Of 2017 Election

સુરેન્દ્રનગર: વિધાનસભાની ચૂંટણીમાં NCP પણ મેદાનમાં ઉતરશે, પ્રફૂલ પટેલે કરી ઘોષણા

Bhaskar News, Surendranagar | Apr 20, 2017, 04:58 AM IST

  • સુરેન્દ્રનગરમાં પ્રદેશ પ્રભારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલને મુલાકાત લીધી
સુરેન્દ્રનગર:રાજયમાં 2017ની વિધાનસભાની ચૂંટણી જંગ જીતવા માટે રાજકીય પક્ષો પોતાના શસ્ત્રો સજાવી રહ્યા  છે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં એનસીપી પૂરી તાકાત સાથે લડી લેવાની જાહેરાત ગુજરાતના પ્રભારી પ્રફૂલ્લ પટેલે સુરેન્દ્રનગર ખાતે કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસમાંથી કોનુ પત્તુ કપાશે અને કોને ટીકીટ મળશે તે બાબતે અનેક અટકળો વહેતી થઇ છે. પાંચ વિધાનસભાની બેઠકમાં ટીકીટ લેવા માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષમાં રીતસરનો રાફડો ફાટ્યો છે.
 
વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી
 
નેતાઓ અત્યારથી જ પોતાના રાજકીય ગોડફાધર સાથે સંપર્ક વધારી દીધા છે. ત્યારે એનસીપીએ પણ વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. એનસીપીના રાજય સભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી પ્રફૂલ્લભાઇ પટેલ, વિજયભાઇ ગઢવી, મનહરભાઇ પટેલ, મનસુખભાઇ રાઠોડ સહિતના નેતાઓ સુરેન્દ્રનગર આવ્યા હતા. અને સુરેન્દ્રનગરના રોટરી હોલ ખાતે સભાનું આયોજન કર્યુ હતુ. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા એનસીપી પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઇ દવેને જવાબદારી સોંપવામાં આવી હતી.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો કોંગ્રેસ આટલા વર્ષમાં ભાજપનો વિકલ્પ નથી બની...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: NCP leader Praful patel visits Surendranagar, To be part of 2017 election
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended