Home »Saurashtra »Latest News »Surendranagar» Halvad Near Devaliya Police Seized Liquor

નવો કિમીયો: દેવાળીયા ચોકડી નજીક રિંગણાની આડમાં સંતાડેલ દારૂ જપ્ત

Bhaskar News, Surendranagar | Mar 21, 2017, 00:40 AM IST

  • હળવદ પંથકમાં સોસાયટીના રહીશોએ જનતા રેડ કરી દારૂ પકડી પાડ્યો છે.
હળવદ:હળવદ પંથકમાં એલ.સી.બી પી.એસ.આઈ બી.આર. પરમારને બાતમી મળી હતી. આથી એલ.સી.બી પોલીસના મહેશભાઈ બાલાસરા વિક્રમસિંહ બોરાણા સહીતના હળવદ તાલુકાના દેવળિયા ગામની ચોકડી નજીક હોટલ પાસે વોચ ગોઠવી હતી. 
 
આ બનાવમાં બે આરોપી નાસી છુટ્યા હતા
 
જેમાં યુટીલીટી ગાડી પાછળ રીંગણાની આડમાં 300 નંગ વિદેશી દારૂની બોટલ 96 નંગ બિયરના જથ્થો પકડાયો હતો. જ્યારે રૂ.99600નો મુદ્દામાલ જપ્ત કરીને દેવળિયા ગામના વિજયભાઈ જયંતિભાઈ પટેલ આશિફ ઉર્ફ અશોક ઈકબાલભાઈ મુલતાની સામે કાર્યવાહી હાથ ધરેલ હતી. આ બનાવમાં બે આરોપી નાસી છુટ્યા હતા. 
 
હળવદ PSIની ગાડીમાં દારૂની બોટલથી ચકચાર
 
હળવદ કિષ્નાપાર્ક સોસાયટીમાં પી.એસ.આઈ. અને રહીશો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં પી.એસ.આઈ ખાનગી કારને રહીશોએ ઘેરી લીધી હતી. જ્યારે પી.એસ.આઇની ખાનગી કારમાં બે દારૂની બોટલ મળી આવતા ચકચાર ફેલાઇ હતી.
 
કારમાં દારૂની રેઈડ કરેલ બોટલ હતી : પી.એસ.આઈ
 
આ અંગે હળવદ પી.એસ.આઈ. મહેન્દ્રભાઈ ચાવડાને પૂછતા તેઓએ જણાવેલ કે મે હળવદ નજીક વાડી વિસ્તારમાંથી રેઈડ કરી હતી. તે દારૂની બોટલ મારી ગાડીમાં હતી. મને બદનામ કરવા માટે મારી પર ખોટા આરોપ રહીશોએ લગાવ્યા છે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Halvad Near devaliya Police seized liquor
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended