Home »Saurashtra »Latest News »Rajkot City» World Sparrow Day: Jetpur Hotelier Save Sparrow Program

જેતપુર: હોટેલિયરનો અનોખો ચકલી પ્રેમ, હોટલમાં જ લગાવ્યા 100 માળા

divyabhaskar.com | Mar 20, 2017, 18:01 PM IST

  • હોટલમાં જ લગાવ્યા ચકલીના માળા
રાજકોટ: જિલ્લામાં જેતપુર પાસે  જૂની અંકુર હોટલના માલિક મનસુખભાઈ  પટેલ છેલ્લા 7 વર્ષથી માળાઓનું વિનામૂલ્યે વિતરણ કરે છે. એટલું જ નહી હોટલમાં આવતા ગ્રાહકોની પરવાહ કર્યા વગર હોટલના પરિસરમાં જ 100 માળા લગાવી દીધા છે, જેમાં આજે 400થી વધુ ચકલીઓની ચીચીયારીઓ ગુંજે છે. આ વ્યકિત ચકલી માટે દર મહિને 5 હજાર રૂપિયા પોતાના ખર્ચી નાંખે છે. તેમની હોટલ પર જમવા આવનારની ઈચ્છા હોય તો તેને મફતમાં ચકલીના માળા તેઓ આપે છે.

કોંક્રિટના જંગલમાં ચકલીનો અવાજ દબાતો ગયો

આજે વિશ્વ ચકલી દિવસ છે, અગાઉના સમયમાં વડીલો તેમના બાળકોને ચકી-ચકાની વાતો સંભળાવતા અને બાળક ચકીને સૌ પ્રથમ ઓળખતા થતાં તેનું કારણ એ જ છે કે, ઘરમાં પંખા ઉપર, મીટરના બોક્સ પર, ઘરમાં ટીંગાળાતા ફોટા પાછળ, ટ્યુબલાઈટ ઉપર સહિતની જગ્‍યામાં માળો બનાવતી તેથી બાળકના ધ્‍યાન પ્રથમ જ ચકી આવતી.પરંતુ માનવીની જીવનશૈલીમાં આવેલા આમુલ પરિવર્તન અને ક્રોક્રિટના જંગલ વચ્ચે ઘર આંગણેથી ચકલાની ચી..ચી.નો કલરવ લુપ્ત થઇ રહ્યો છે.પરંતુ અમુક સંસ્થા અને લોકો ચકલીએ બચાવો ઝુંબેશ હાથ ઘરી છે. 

જેતપુર હાઈવે પર છે મનસુખભાઈની હોટલ જ્યાં જોવા મળે છે ચકલી પ્રેમ

રાજકોટ જેતપુર હાઈવે પર આવેલી જૂની અંકુર હોટલ છે. હોટલના માલિક મનસુખભાઈનો ચકલી પ્રેમ હોટલમાં પ્રવેશતા જ જોવા મળે છે. સામાન્ય રીતે પ્રવેશદ્વાર પર તોરણ બાંધેલું હોય છે, પરંતુ અંકુર હોટલમાં ચકલીના માળાનું તોરણ જોવા મળે છે. મનસુખભાઈ divyabhaskar.com સાથેની વાતચીતમાં જણાવે છે કે, પોતાના ગામ વંથલીથી 29 વર્ષ પહેલા જેતપુર આવી હોટલ શરૂ કરી હતી. અબોલ જીવ સાથે પ્રેમ હોટલની પાછળના ભાગે ચકલી તેમજ પારેવાઓને રહેવા માટે 30 જેટલા વૃક્ષો વાવેલા છે. વૃક્ષો વચ્ચે મોટા કુંડા ટીંગાળેલા છે .જેથી ચકલી પાણી પી શકે સાથે સાથે ગરમીથી બચવા ન્‍હાઈ પણ શકે. 

ચકલીઓને સવારે 10 વાગ્યાથી ચણ નાખવાની શરૂઆત થાય છે

મનસુખભાઇ વધુમાં કહે છે કે,રોજ સવારે 10 વાગે એટલે રોટલા, રોટલી, ભાત, સેવ, બધુ ભેગું કરી ચકલા માટે એક મોટો ત્રાસ તૈયાર કરી ચકલીઓને ચણ નાખવાનો નિત્યક્રમ રહ્યો છે. આ ક્રમ સાંજે 5 વાગ્યે ફરી વખત રિપિટ કરવામાં આવે છે. ચકલીઓને આકર્ષવા મનસુખભાઇએ હોટલમાં 70 થી 80 જેટલા પુંઠા તેમજ માટીના માળાઓ મુક્યા છે. 

મનસુખભાઈની ગેરહાજરીમાં ચકલીઓને ચણનો નિત્યક્રમ  તેમનો ભાઈ જાળવે છે

છેલ્લા પાંચેક વર્ષથી લોકોને ચકલી પ્રત્‍યેનો પ્રેમ વધારવા તેમજ ઘરના આંગણામાં ચકલી ફરી વખત ચીં-ચીં કરતી થાય, ચકલી બચાવો અભિયાન શરૂ કરેલી છે. આજે મનસુખભાઇની હોટલમાં 400 જેટલી ચકલીઓ ચીં-ચીં કરે છે. મનસુખભાઇ બહારગામ ગયા હોય તો તેની ગેરહાજરીમાં તેમના ભાઇ નિત્‍યક્રમ સાચવે છે. કોઇ હોટલમાં જમવા આવે અને કોઇ માળો માંગે તો તે વિનામુલ્યે આપી દે છે.

આગળની સ્લાઈડ્સ જેતપુર હોટલ પર જ ચકલીઓને બચાવવાની ઝુંબેશની અન્ય તસવીરો...(તસવીરો: હિતેષ સાવલિયા, જેતપુર)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: world sparrow day: jetpur hotelier save sparrow program
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended