Home »Saurashtra »Latest News »Rajkot City» Woman Burn With Her Two Daughter And Two Death In Morbi

મોરબી: પરિણીતા 2 પુત્રીઓ સાથે સળગી, ફરાર પતિ-સસરા સામે શંકાની સોય

Ravi Nimavat, Morbi | May 20, 2017, 07:51 AM IST

  • પરિણીતાએ સળગીને પુત્રીઓ સાથે આપઘાત કર્યો કે હત્યા કરાઈ એ કોયડો
મોરબી:મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલી વાડીમાં આજે સવારે પરિણીતા તેની બે પુત્રી સાથે સળગી ઉઠી હતી. જેમાં માતા અને એક પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એક પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પરંતુ સારવાર દરમિયાન તેણે પણ દમ તોડી દીધો હતો. પતિ અને સસરા બન્ને ફરાર હોય ઘટના શંકાસ્પદ હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિણીતાએ આપઘાત કર્યો છે કે પછી પતિ અને સસરાએ ત્રણેયને સળગાવી છે. બનાવને લઇ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ દિશામાં તપાસ હાથ ધરી છે. 
 
માતા અને 13 દિવસની પુત્રીના મોત, સાડા ત્રણ વર્ષની પુત્રી સારવારમાં 
 
પ્રાપ્ત વિગત મુજબ, મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલી મોર ભગતની વાડીમાં રહેતા શીતલબેન દયારામ નામની પરિણીતાને સંતાનમાં એક જીંકલ નામની સાડા ત્રણ વર્ષની દીકરી છે. તેમજ 13 દિવસ પહેલા બીજી દીકરીનો જન્મ થયો હતો. આજે સવારે માતા શીતલ, તેની સાડા ત્રણ વર્ષની દીકરી જીંકલ અને 13 દિવસની બીજી દીકરી ત્રણેય સળગી ઉઠી હતી. જેમાં શીતલબેન અને તેની 13 વર્ષની દીકરીનું મોત નિપજ્યું હતું. જ્યારે જીંકલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. પરંતુ સારવાર દરમિયાન તેણે પણ દમ તોડી દીધો હતો. પ્રથમ તો આ બનાવ આપઘાતનો હોય તેવું જણાયું હતું પરંતુ સ્થળ પર પતિ દયારામ અને સસરા બન્ને ફરાર જણાતા શંકાસ્પદ ઘટના જોવા મળી રહી છે.
 
બીજી દિકરીનો જન્મ થતાં પતિ-સસરાએ સળગાવી હોવાની શંકા
 
શીતલબેનને સંતાનમાં એક દીકરી બાદ બીજી દીકરીનો જન્મ થયો હોવાથી તેના જ પતિ અને સસરાએ ત્રણેયને આગ લગાવી સળગાવી દીધા હોવાનું ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે. મોરબી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 
 
સસરાએ વેવાઈને ફોન કર્યો હોવાનો ખુલાસો  
 
માતા અને બે પુત્રીઓને જીવતી સળગાવી દીધા બાદ પરિણીતાના પિતાને ભાઈ ઘર પર દોડી આવ્યા હતા. જેમાં મૃતક પરિણીતાના પિતાએ એમ પણ જણાવ્યું હતું કે સસરાએ ફોન કરીને જાણ કરી હતી કે તમારી દીકરીએ સારું કામ કર્યું છે. જેથી સાસરીયાઓએ સળગાવી હોવાની આશંકા જન્મી હતી. તેમજ માતા અને પુત્રી બાંધેલી અવસ્થામાં મળી આવ્યા હતા. જ્યાંથી કેરોસીનના ડબલા પણ મળી આવ્યા છે.
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....(તસવીરો: રવિ નિમાવત, મોરબી)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: woman burn with her two daughter and two death in morbi
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended