Home »Saurashtra »Latest News »Rajkot City» Unknown 7 Person Attack On Petrol Pump Owner In Wakaner

વાંકાનેર: પેટ્રોલપંપના માલિકને જાહેરમાં ધોકા-પાઇપથી ફટકાર્યો, CCTV

divyabhaskar.com | May 13, 2017, 12:05 PM IST

  • વાંકાનેર નજીક પેટ્રોલ પંપના માલિકને ધોકા-પાઇપથી જાહેરમાં બેરહેમીથી ફટકાર્યો
વાંકાનેર: વાંકાનેરના જીનપરા વિસ્તારમાં 10મેના રોજ ધોળા દિવસે સાત શખ્સો પેટ્રોલ પંપના માલિક પર તૂટી પડ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. પેટ્રોલ પંપના માલિકને ઢોર માર મારી તેમની પાસે રહેલી પરવાનાવાળી રિવોલ્વર પણ લૂંટી ગયા હતા. પોલીસે સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. 
મેડિકલમાં દવા લેવા કારમાંથી ઉતર્યા અને રિક્ષામાં આવેલા 7 શખ્સો ધોકા-પાઇપ સાથે તૂટી પડ્યા
 
પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેરના કેરાળા ગામના પાટીયા પાસે રાજા પેટ્રોલ પંપના માલિક યુનુસભાઇ એહમદભાઇ શેરસીયા ઉર્ફે રાજાભાઇ તરીકે ઓળખાતા મુસ્લિમ પ્રૌઢ 10મેના રોજ ઇનોવા કાર લઇને વાંકાનેરથી પીપળીયારાજ જવા માટે જતા હતા. ત્યારે જીનપરા ચોકમાં તેની કાર સાઇડમાં લઇ મેડિકલમાંથી દવા લેતા હતા. આ સમયે રિક્ષામાં આવેલા 6થી 7 શખ્સોએ ધોકા, પાઇપ વડે હુમલો કરી પરવાનાવાળી રિવોલ્વર લૂંટી નાસી ગયા હતા. યુનુસભાઇને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયા હતા. 
 
પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી 
 
બનાવની જાણ થતા મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. યુનુસભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળના આસપાસના સીસીટીવી ફૂટેજ લઇ વધુ તપાસ હાથ ધરી છે. 
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....(તસવીરો: હિમાંશુ વરીયા, વાંકાનેર)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: unknown 7 person attack on petrol pump owner in wakaner
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended