Home »Saurashtra »Latest News »Rajkot City» Unique Motherhood Cow Feeding Dog In Vinchhiya

માતૃત્વ પ્રેમનું અનોખું ઝરણું, વીંછિયામાં ગાયે શ્વાનને કરાવ્યું સ્તનપાન

Ajay Mehta, Vinchiya | Jan 07, 2017, 09:43 AM IST

  • ગાયનું સ્તનપાન કરી રહેલો કૂતરો
વીંછિયા: માની મમતા ઇશ્વર તત્વથી પણ વધુ મહાન અને પવિત્ર છે. પ્રેમ,મમતા,કરૂણા જેવા દૈવી સદ્દગુણોથી કાળાં માથાનો માનવી આજે વિમૂખ થઇ રહ્યો છે ત્યારે બે અલગ અલગ પ્રજાતિના અબોલ પ્રાણીઓ વચ્ચે બંધાયેલા અદ્દભુત સ્નેહના સંબંધોની ગાથા હૈયું બાગ બાગ થઇ જાય તેવી છે. માત્ર મનુષ્ય નહી પરંતુ પ્રાણી સૃષ્ટીમાં પણ માતૃત્વનું સ્નેહ ઝરણું કેવુ વહેતું હોય છે. તેનો પુરાવો રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના મુખ્યમથકના ખોડિયારપરા વિસ્તારની ઘટનામાંથી મળે છે. છેલ્લા ઘણા સમયથી એક ગૌમાતા પોતાના વાછરડાઓને તો પોતાનું દૂધ પાય છે પરંતુ સાથે સાથે એક શ્વાનને પણ તે પોતાની અમૃતધારાનો લાભ આપતી હોય વિસ્તારના લોકો પણ કુતૂહલ સાથે દૃશ્ય નીહાળી રહ્યા છે. 
આગળની સ્લાઈડ્સ શ્વાનને સ્તનપાન કરાવતી ગાયની અન્ય તસવીરો (તસવીરો: અજય મહેતા, વીંછિયા)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: unique motherhood cow feeding dog in vinchhiya
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext