Home »Saurashtra »Latest News »Rajkot City» Tradition Making To Modern Automatic Plant Journey Of Balaji Wafers

તાવડાથી આધુનિક પ્લાન્ટ સુધીની બાલાજીની યાત્રા, રોજ બને છે 35 લાખ પેકેટ

divyabhaskar.com | May 15, 2017, 08:53 AM IST

  • તાવડાથી શરૂ કરેલી યાત્રાને ચંદુભાઈ વિરાણી આધુનિક પ્લાન્ટ સુધી લઈ ગયા છે
રાજકોટ: 1989 સુધી આ માણસ ઘરે તાવડામાં બટાટાની વેફર તળીને તેને રાજકોટનાં સિનેમાઘરોમાં વહેંચતો હતો. આજે તેની કંપની જગતની મલ્ટીનેશનલ કંપનીઓને દાદ નથી આપતી. તેમનું નામ છે ચંદુભાઇ વિરાણી. નામ કદાચ વાચકોને અજાણ્યું લાગશે. તેમની બ્રાન્ડ સાવ જાણીતી છે અને તે છે બાલાજી વેફર્સ. બાલાજી આજે દરરોજ 35,૦૦,૦૦૦ પેકેટ વેફર્સ, ચટાકા પટાકા, ચેવડો, દાળ,નમકીન વગેરે નાસ્તાનું ઉત્પાદન કરે છે. બાલાજી વેફર્સનો ઇન્દોર પ્લાન્ટ ગયા વર્ષે શરૂ થયો છે ત્યારે રાજકોટનો પ્લાન્ટ કેવો છે તે divyabhaskar.comના વાંચકો માટે પ્રસ્તુત છે. 

 બાલાજીનો ગુજરાત બહાર પણ પ્લાન્ટ

બાલાજી વેફર્સ હવે ગુજરાત બહાર પોતાની પાંખો ફેલાવી છે. રાજકોટ, વલસાડ બાદ બાલાજી વેફર્સનો ત્રીજો પ્લાન્ટ મધ્યપ્રદેશમાં ઇન્દોરમાં ગયા વર્ષે જ શરૂ થયો છે.   પ્લાન્ટ શરૂ થતાં જ બાલાજીની વેફર્સની બટાકાની પ્રોસેસિંગ ક્ષમતા વધીને 6.50 લાખ કિલો (દરરોજ)ની થઇ છે. ઈન્દોરના પ્લાન્ટમાં કલાકે 1500 કિલો વેફર બનીને તૈયાર થઈ રહી છે.  બે તબક્કામાં અંદાજે 400 કરોડનું રોકાણ કંપનીએ કર્યું છે. 

ચંદુભાઇ વિરાણીની આ વિકાસયાત્રાનું રહસ્ય શું છે?

વેફર્સમાં બાલાજીનો દબદબો એવો છે કે ગુજરાતનું 80 ટકા માર્કેટ તેમના હાથમાં છે. મહાકાય મિલ્ટનેશનલ કંપનીઓ બાલાજીને હંફાવી શકી નથી. ન કોઇ માર્કેટિંગ, ન ડીલર માટે કોઇ સ્કીમ, સેલ્સનું કોઇ ડિપાર્ટમેન્ટ નહીં અને મેનેજરોની ભરમાર નહીં. છતાં 350 કરોડની કંપની સતત વિકાસકૂચ કરતી રહે છે. ચંદુભાઇ વિરાણીની આ વિકાસયાત્રાનું રહસ્ય શું છે? મેનેજમેન્ટ ફંડાના આધારે જાણીએ.

ચંદુભાઇના પિતા ખેડૂત હતા

કાલાવડ તાલુકાનું ધૂન-ધોરાજી નામનું એક નાનકડું ગામ છે. ચંદુભાઇના પિતા આ ગામમાં ખેડૂત હતા. પણ ખેતી કરતાં સમાજ સેવા અને આગેવાનીમાં રસ વધુ. ગામના ઝઘડા ઉકેલવામાં વ્યસ્ત રહે એટલે જમીન ધીમે ધીમે વેચાવા માંડી. ચંદુભાઇ, તેમના મોટાભાઇ ભીખુભાઇ અને સૌથી નાનાભાઇ કનુભાઇનું બાળપણ ગામડામાં ધીંગામસ્તી કરતાં કરતાં વિત્યું. 

ખેતીમાં નહીં ઉપજતા રાજકોટ આવી ગયા 

પિતાજી પોપટભાઇ વિરાણી કંઇક અલગ વિચારનાર માણસ હતા. દીકરાઓને તેમણે કહ્યું કે ‘મોચી પોતે બનાવેલાં જોડાનો ભાવ પોતે નક્કી કરે, કુંભાર ઘડાનો ભાવ પોતે નક્કી કરે, પણ ખેડૂત પોતે ઉપજાવેલી વસ્તુનો ભાવ પોતે નક્કી કરી શકતો નથી. દલાલો અને વેપારીઓ ખેડૂતના ઉત્પાદનના ભાવ નક્કી કરે છે. વેપારી બજારમાં જે ભાવે માલ વેચતા હોય તેના અડધા પણ ખેડૂતને મળતા નથી. આવી ખેતી નથી કરવી. શહેરમાં જવું છે.’ અને, પોપટભાઇ જમીન જાયદાદ વેચીને રાજકોટ આવી ગયા. 

આગળની સ્લાઈડ્સ શરૂઆતમાં વેચાતી વેફર લઇ સિનેમાઘરોમાં વેચવાનું કર્યું શરૂ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: tradition making to modern automatic plant journey of balaji wafers
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended