Home »Saurashtra »Latest News »Rajkot City» Today World Sparrow Day And Sparrow Routines Work Photos Catch In Camera

વિશ્વ ચકલી દિન: દેવચકલીની દિનચર્યા કેવી હોય છે? કેમેરામાં થઇ કેદ

divyabhaskar.com | Mar 20, 2017, 10:06 AM IST

  • દેવચકલીની દિનચર્યા થઇ કેમેરામાં કેદ
રાજકોટઃઆજે વિશ્વ ચકલી દિવસ છે. ત્યારે તેની દિનચર્યા કેવી હોય છે તેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હેતા. ગીરના સિંહથી લઇ ઉડતી ચકલી જેવા પ્રાણી પક્ષીની દિનચર્યા જોવી સાંભળવી સૌ કોઇને ગમે. પરંતુ અમુક પ્રાણી પક્ષીને જોવા હોય કે તેની તસવીરો લેવી હોય તો પણ તપસ્યાનો વિષય બની જતો હોય છે. રાજ્યના એવોર્ડ વિનર વાંકનેરના તસવીરકાર ભાટી એન.એ 8 દિવસ રોજ 4થી 5 કલાક એક જ સ્થળ પર બેસી અઢી ઇંચની દેવચકલીની દિનચર્યા કેદ કરી અદભૂત તસવીરો લીધી છે.
 
તસવીરકાર ચારથી પાંચ કલાક સુધી માળાથી માત્ર ચાર ફૂટના અંતરે બેસી રહી ફોટા કર્યા કેદ
 
વાંકાનેરના તસવીરકાર ભાટી એન. કહે છે કે, મને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીનો જબરો શોખ. ખબર પડી કે રેર દેખાતી દેવચકલીનું કપલ માળો બાંધી રહ્યું છે અને ચકલીને ખોળે બચ્ચાં આવવાના છે હું તરત ત્યાં દોડી ગયો. રેલવેના ગોડાઉનમાં નિવૃત રેલકર્મચારીના ફળીયામાં દેવચકલી ઘર બનાવાનું શરુ કરતા હું આઠ દિવસ રોજ ચાર પાંચ કલાક માત્ર ચાર ફૂટના અંતરે બેઠો રહ્યો અને 800 બાય 300ના ટેલીલેન્સ બારણાના ટેકામાં ભરાવી રોજ કલાકો સુધી બેઠો રહું ત્યારે દેવચકલીની બારીકાઇથી દિનચર્યા કેમેરામાં કેદ થઇ. કંઇ રીતે ઉડે છે તેનો કલર કેવો છે એ સિવાય બચ્ચાઓની સાર સંભાળ કંઇ રીતે રાખે છે તેને જમાડે છે કંઇ રીતે વગેરે દિનચર્યા કેદ કરવામાં આવી હતી.
 
દેવચકલીનો માળો છ ઇંચ જેટલો લાંબો 
 
શરૂઆતમાં માદા (પત્ની)માળો ગૂંથતી હતી. માત્ર અઢી ઇંચનું કદ ધરાવતી નર માદા અલગ અલગ અાંખ ઠરે તેવા કલરના હોય છે. જેમાં માદા રાખોડી અે પેટના ભાગે આછાપીળા રંગનો છંટકાવ તેમાં બ્લ્યુ સાઇનીંગની છાંટ પણ જોવા મળે છે. જેની ચાંચ બાવળના કાંટા જેવી અણીદાર હોય છે. જ્યારે નર શ્યામ રંગ અને ઉપરનો ભાગ કાળો ને નીચેના ભાગે રાખોડી કલર જોવા મળે છે. દેવચકલીનો માળો 6 ઇંચ જેટલો લાંબો ત્રણ ઇંચની ગોળાઇ અને માળામાં બે અઢી ફુટનું ગોળાકાર પ્રવેશદ્વાર જોવા મળે છે. 
 
દેવચકલી 30 મિનિટ માળામાં ચક્કર મારી નિકળી જાય છે
 
બચ્ચાની દેખરેખ અને માળાનું નિરીક્ષણ સતત માદા જ કરતી હોય છે. રોજ સાંજ પડે અને માદા ચકલી વિવિધ વૃક્ષો અને પાણી પાસે ચક્કર લગાવી ચાંચમાં કશો ખોરાક લઇ આવે અને તેના બચ્ચાને મોમાં મો નાંખી ખવડાવે છે. રોજ 30 મિનિટ દેવચકલી ચક્કર લગાવી નિકળી જાય છે. ભાટી એન.એ જણાવ્યું હતું કે, આ તસવીરો લેવી એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે. ભાટી એન.ને આઠ દિવસમાં 1000થી વધુ તસવીરો લીધી છે.
 
દેવચકલીની દિનચર્યાની વધુ તસવીર જોવા ફોટો સ્લાઇડ કરો. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: today world sparrow day and sparrow Routines work photos catch in camera
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended