Home »Saurashtra »Latest News »Rajkot City» Today Fifth Death Anniversary Of Gujarati Artist Ramesh Maheta

ઓહો..હો... રમેશ મહેતાની સ્મશાનયાત્રામાં વાગ્યું'તુ 'તારી માને બજરનું બંધાણ'

divyabhaskar.com | May 17, 2017, 08:26 AM IST

  • ગુજરાતી ફિલ્મના કોમેડીયન રમેશ મહેતાનું 11 મે 2015ના રોજ અવસાન થયું હતું
રાજકોટ: ગુજરાતી ફિલ્મના હાસ્યનટ એટલે કે રમેશ મહેતાની આજે પાંચમી પુણ્યતિથિ છે. તેઓ રાજકોટમાં રહેતા હતા. 11 મે 2015ના રોજ તેમનું અવસાન રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને થયું હતું. તેમની સ્મશાન યાત્રામાં હે રામને બદલે તારી માને બજરનું બંધાણ જેવા ગીતો વાગ્યા હતા. તેમની અંતિમયાત્રામાં તેમના જ સંવાદ ઓહો.હો. પણ સાંભળવા મળ્યા હતા. 
 
રમેશ મહેતાની અંતિમયાત્રામાં શા માટે આવા ગીતો વાગ્યા
 
રમેશ મહેતાનું અવસાન થયું તેના બે મહિના પહેલા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે પુત્રોને તેમણે કહી રાખ્યું હતું કે મારી અંતિમયાત્રામાં રામનામ કે ધૂન વગાડતા નહીં પરંતુ મારી જ ફિલ્મોના ગીતો અને સંવાદો સાથે મારી અંતિમયાત્રા નીકળવી જોઇએ. ગુજરાતી ફિલ્મોમાં તેમના સંવોદોથી સૌને હસાવનારા સૌને રડાવી ગયા હતા.
 
1932માં થયો હતો જન્મ,અંતિમ ક્ષણોમાં જીવતા એકલવાયું જીવન
 
રાજકોટના માલવિયાનગર ખાતે પ્રભુકૃપા મકાનમાં રહેતા હતા. તેઓ લાંબા સમયથી પોતાના ઘરે મોટા ભાગે એકાંતવાસમાં રહેતા હતા. તેમનો જન્મ 23 જૂન 1932ના રોજ ગોંડલના ગોમટા પાસેના નવાગામમાં ગીરધરભાઇ અને મુકતાબેનના ઘરે થયો હતો. પ્રાથમિક શિક્ષણ રાજકોટની પ્રધ્યુમનસિંહજી સ્કૂલ અને કરણસિંહજી હાઇસ્કૂલમાં લીધા બાદ તેઓ રંગભૂમિ ક્ષેત્રે સક્રિય થયા હતા. 
 
1969માં હસ્તમેળાપ ફિલ્મથી ગુજરાતી ફિલ્મો સાથે નાતો બંધાયો હતો
 
શરૂઆતમાં નાટકો લખ્યા બાદ તેઓ નાટ્ય સંઘ મુંબઇ અને આઇએનટીમાં પણ સક્રિય રહ્યા હતા. 1969માં હસ્તમેળાપ ફિલ્મથી ગુજરાતી ફિલ્મો સાથે તેમનો નાતો બંધાયો હતો. ત્યારબાદ સુપરહીટ ગુજરાતી ફિલ્મોની પટકથા, સંવાદો લખ્યા હતા અને તે ફિલ્મોના નિર્માણમાં પણ અત્યંત મહત્વની ભૂમિકા તેમની રહી હતી.
 
ગુજરાતી ફિલ્મોમાં દ્વિઅર્થી સંવાદો દ્વારા અશ્લિલતા પિરસવાનું આળ તેમના પર મુકાયું હતું 
 
રમેશ મહેતાની ઇમેજ આજીવન કોમેડીયનની રહી હતી. ગુજરાતી ફિલ્મોમાં દ્વિઅર્થી સંવાદો દ્વારા અશ્લિલતા પિરસવાનું આળ તેમના પર સતત મુકાતું રહ્યું હતું. પરંતુ તેમણે જોરદાર દલીલો દ્વારા તે આક્ષેપ નકાર્યો હતો. વિવિધ ભૂમિકાઓ, ચોરણી, કેડિયું, ફાળિયું, જેવા પરિવેશ દ્વારા તેઓ પ્રેક્ષકોના હૈયા પર સતત છવાયેલા રહ્યા હતા.
 
ગુજરાતના એક ડઝન ઉપરાંત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડઝ થકી સન્માન
 
ગુજરાત ગૌરવ ઉપરાંત એકાદ ડઝન જેટલા એવોર્ડ તેમને માત્ર ગુજરાતમાંથી જ મળ્યા છે. આ ઉપરાંત ચમનલાલ મેમોરીયલ ટ્રસ્ટ તરફથી તેમને ગુજરાતી ફિલ્મોમાં તેમણે આપેલા પ્રદાન બદલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાહિત્ય કલા પરીષદ દિલ્હી નાટ્યસંઘ ઉત્તરપ્રદેશ સંગીત નાટક એકેડમી એવોર્ડ સહિત અનેક નામી એવોર્ડઝ પર રમેશ મહેતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયું છે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો.....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: today Fifth death anniversary of gujarati artist ramesh maheta
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended