Home »Saurashtra »Latest News »Rajkot City» Three Child Present His Unique Marriage Of Parents In Rajkot

રાજકોટમાં અનોખા લગ્ન : 3 સંતાનો થયા બાદ વિધિવત પરણ્યું આ કપલ

Jignesh Kotecha, Rajkot | May 12, 2017, 14:28 PM IST

  • કોર્ટ મેરેજના 7 વર્ષ બાદ વિધિવત માતા-પિતાના લગ્નમાં બાળકો હાજર રહ્યા
રાજકોટ:રાજકોટમાં અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં યુગલે સાત વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા બાદ વિધિવત લગ્ન કર્યા હતા. યુગલને ત્રણ બાળકોમાં બે પુત્રી અને એક પુત્ર સંતાનમાં છે. જેમાં મોટી પુત્રીની ઉંમર છ વર્ષની છે.  ગત 10મેના રોજ વિધિવત બન્નેના પરિવારજનોએ લગ્ન કરાવ્યા હતા. ત્રણેય બાળકો પોતાના માતા-પિતાના લગ્નમાં ફૂલેકામાં બાળકો નાચ્યા હતા. 
 
પિતાના નિકળેલા ફૂલેકામાં બાળકો નાચ્યા, મોરબી રોડ પર ફર્નિચરની દુકાન ધરાવે છે
 
રાજકોટમાં રહેતા અને મોરબી રોડ પર જકાતનાકા પાસે ફર્નિચરની દુકાન ધરાવતા દુર્ગેશભાઇ રાઠોડે નીલમબેન સાથે સાત વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. સાત વર્ષ બાદ ગત 10 મેના રોજ વિધિવત બન્નેના લગ્ન થયા હતા. પિતાના ફુલેકામાં બાળકો પણ ખૂબ જ નાચ્યા હતા. તેમજ દુર્ગેશભાઇ મોરબી રોડ પર ફર્નિચરની દુકાન ધરાવે છે. બે પુત્રીમાં એકનું નામ રાધિકા છે અને બીજીનું નામ ગુંજન છે. તેમજ પુત્રનું નામ પાર્થ છે. જેમાં રાધિકા હાલ છ વર્ષની છે. 
 
પાડોશમાં રહેતી નીલમ સાથે થયો હતો પ્રેમ
 
દુર્ગેશભાઇએ divyabhaskar.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આઠ વર્ષ પહેલા પાડોશમાં રહેતી નીલમ સાથે મને પ્રેમ થયો હતો. ત્યારે સમય સંજોગોને લઇ વિધિવત લગ્ન થાય તેમ નહોતા. આથી નક્કી કર્યું હતું કે, ભલે ભવિષ્યમાં બાળકો થાય પરંતુ વિધિવત ગલ્ન તો કરવા જ છે. સાત વર્ષે ત્રણ વર્ષના પાર્થના મુંડન વિધિમાં માતાજીના ભૂવાનો સમય લીધો. ત્યારે તેણે કહ્યું તમારે છેડાછેડી છોડાવો પછી જ મુંડન થાય. પરંતુ અમારા તો વિધિવત લગ્ન જ નહોતા થયા. આથી વિધિવત લગ્ન કરવાનું નક્કી કર્યું અને લગ્ન કર્યા.
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...... 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: three child present his unique marriage of parents in rajkot
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended