Home »Saurashtra »Latest News »Rajkot City» This 4BHK Bungalow Is Khodaldham President Paresh Gajera In Rajkot

આ છે ખોડલધામ પ્રમુખનો પેલેસ, રજવાડી ઠાઠ જેવો જુઓ અંદરનો નજારો

Jignesh Kotecha, Rajkot | May 14, 2017, 11:35 AM IST

  • આ છે ખોડલધામ પ્રમુખ પરેશ ગજેરાનો 4BHK બંગલો
રાજકોટ: ખોડલધામ પ્રમુખ પરેશ ગજેરાનો આજે  14મેના રોજ 40મો જન્મદિવસ છે. સ્વભાવે સૌમ્ય અને મળતાવડા એવા પરેશભાઇએ તાજેતરમાં જ દોઢસો ફૂટ રિંગ રોડ પર પોતાના સપનાનું ઘર સજાવ્યું છે. જે એક પેલસ સમાન છે. જાણે કોઇ બોલીવૂડના સુપરસ્ટારનું ઘર હોય તેવો તેમનો આ બંગલો છે. આવો બંગલાની અંદરનો નજારો સૌ પ્રથમ વખત divybhaskar.com પર.
 
ત્રણ વર્ષથી બનતો હતો બંગલો 
 
દોઢસો ફૂટ રિંગ રોડ પર સવા ચારસો વારમાં ત્રણેક વર્ષથી બંગલો બનતો હતો. જેમાં છેલ્લા એક વર્ષથી પરેશભાઇ પરિવાર સાથે રહેવા ગયા છે. 4BHK બંગલાની અંદર હોલ, કિચન અને કલાત્મક રીતે આખા કાચ જેવી સીડીનું અદભૂત દ્રશ્ય દેખાય છે. દરેક રૂમમાં અલગ સિમ્પલ છતાં ટ્રેડિશનલ ફર્નિચર સજાવ્યું છે. તો બાળકોના રૂમમાં થોડુ મોર્ડન ફર્નિચર જોવા મળે છે. 
 
ખોડલમાતા સાથે શિવના છે ભક્ત, બંગલાનું નામ છે 'શિવઆસ્થા'
 
બંગલામાં પ્રવેશતા જ થ્રિડી શિવની મોટી પ્રતિમા જોવા મળે છે. ખોડલ માતાની સાથે પરેશભાઇ શિવના પણ મોટા ભક્ત છે. આથી તેઓએ પોતાના આ બંગલાનું નામ 'શિવઆસ્થા' રાખવામાં આવ્યું છે. 
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: this 4BHK Bungalow is khodaldham president paresh gajera in rajkot
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended