Home »Saurashtra »Latest News »Rajkot City» Teeth Treatment Shibir In Rajkot And Rajkot Short News

દાંતના દર્દી માટે 23મીએ નિદાન અને સારવાર શિબિર, રાજકોટના સંક્ષિપ્ત સમાચાર

divyabhaskar.com | May 19, 2017, 16:57 PM IST

  • દાંતના દર્દી માટે 23મીએ નિદાન અને સારવાર શિબિર, રાજકોટના સંક્ષિપ્ત સમાચાર,  rajkot city news in gujarati
રાજકોટ:દિવ્ય જીવન સંઘ દ્વારા દાંતના દર્દ માટે નિ:શુલ્ક નિદાન, માર્ગદર્શન કેમ્પ 23 મેના સવારે 9 થી 10 શિવાનંદ ભવન, 6/9 જંક્શન પ્લોટ ખાતે યોજાશે. ડો.ભાવિન મકવાણા, ડો.આશિષ ભાલાણી તથા ટીમ સેવા આપશે. આ ઉપરાંત માનવ ઉત્થાન સેવા સમિતિ દ્વારા માનવ ધર્મ આશ્રમ, કોઠારિયા રોડ, હુડકો પોલીસ ચોકી પાસે 23 મેના સવારે 10.30 થી 11.30 નિ:શુલ્ક દંત ચિકિત્સા શિબિર યોજાશે. મફત નિદાન કરી સારવાર અપાશે. 

દિવ્યાંગ બાળકોના શિક્ષક બનવા વિશે માર્ગદર્શન અપાશે
 
નટરાજ ટ્રેઇનીંગ કોલેજ દ્વારા ધોરણ 12 પછી દિવ્યાંગ બાળકોના શિક્ષક બનવા માટેની રહેલી કારકિર્દી વિશે માહિતી આપતો સેમિનાર 21મી મેને રવિવારે સવારે 10.30 થી 12 દરમિયાન સ્નેહ નિર્જર સોસાયટી ફોર મેન્ટલી રીટાર્ડેડ ચિલ્ડ્રન, યુનિવર્સિટી રોડ, કેન્સર હોસ્પિટલ સામે રાજકોટમા યોજાશે. સરકારી અને અન્ય ક્ષેત્રોમાં રહેલી કારકિર્દીની તકો વિશે માહિતી જતીન રાવલ અને રેશ્માબેન શાહ તરફથી આપવામાં આવશે. 
 
આયુર્વેદિક નિ:શુલ્ક નિદાન શિબિરનું આયોજન

નેશનલ યુથ પ્રોજેક્ટ દ્વારા હઠિલા દર્દ અને હૃદયરોગ અંગે નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ 27 મેને શનિવારે સવારે 10 થી 11.15 દરમિયાન 113 મારુતિનંદન કોમ્પ્લેક્સ, જવાહર રોડ ખાતે યોજાશે. હૃદય નબળું પડવું, બ્લડ પ્રેસરની સમસ્યા, છાતીમાં દુ:ખાવા, હાથપગમાં ખાલી ચડવી, નળી બ્લોક થવી વગેરેમાં નાડ વૈદ્ય એલ.બી.રાવલ નિદાન કરી આપશે. કેમ્પનો લાભ લેવા ઇચ્છુકોએ નામ નોંધણી કરાવી લેવાની રહેશે. 
 
રમતગમતનો નિ:શુલ્ક તાલીમ કેમ્પ યોજાયો
 
જીમખાના દ્વારા બેડમીન્ટન, લોન ટેનિસ રમતનો નિ:શુલ્ક કોચીંગ કેમ્પ યોજાયો હતો. બન્ને રમતમાં કુલ 80 બાળકોએ ભાગ લીધો હતો. હારૂનભાઇ સુમરા, જીવણસિંહ બારડ, પ્રકાશભાઇ બક્ષી, પ્રશાંતભાઇ નકુમ, જૈમીનભાઇએ કોચ તરીકેની સેવા આપી હતી. 
 
શહેરના કાર્યક્રમો
 
હરીનામ સંકીર્તન મંડળ દ્વારા પ્રભાત ફેરી 22 મેને સોમવારે સવારે 5.30 કલાકે પંચનાથ મહાદેવ મંદિરેથી નીકળશે.
 
બટુક ભોજન સાંજે 6 કલાકે, ચૈતન્ય મહાઆરતી રાતે 8.30 અને રામૂધન, રામસ્તુતિ, હનુમાન ચાલીસાના પાઠનો કાર્યક્રમ રાતે 9.30 વાગ્યે કપીલા હનુમાનજી ચૈતન્ય ધામ, આજી નદીના કાંઠે, ભીચરી નાકા બહાર રાજકોટમાં 20 મેને શનિવારના રોજ યોજાશે.
 
પુનિત ભજન સમાજ દ્વારા ધૂન, ભજનનો કાર્યક્રમ 20 મેને શનિવારે રાતે 9.30 થી 11.30 સંત પુનિત સત્સંગ કુટિર, સાયલાનો ઉતારો, સદર, કાશિ વિશ્વનાથ મંદિર પાસે યોજાશે. 
 
સંગીતમય સુંદરકાંડના પાઠ 20 મેને શનિવારે સાંજે 5 થી 7 દરમિયાન રૂખડિયા હનુમાનજી મંદિર, રેલવે જંકશન પાછળ કરવામાં આવશે. 
 
ભદ્રાયુ ધોળકિયાને સ્વરાંજલી અર્પણનો કાર્યક્રમ સુરમિલન સંસ્થા દ્વારા 21 મેને રવિવારે સાંજે 6 કલાકે મહારાષ્ટ્ર મંડળ, યોગી ટાવર, મોટી ટાંકી પાસે યોજાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: teeth treatment shibir in rajkot and rajkot short news
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended