Home »Saurashtra »Latest News »Rajkot City» Save Sparrow Mission Of 8 Young Man In Morbi

મોરબી: 8 યુવાનોનું ચકલી બચાવો અભિયાન, વિનામૂલ્યે કરે છે ચકલી ઘરનું વિતરણ

Ravi Nimavat, Morbi | Mar 20, 2017, 18:18 PM IST

  • મોરબીમાં યુવાઓ ગ્રૂપ બનાવી ચકલી બચાવવા અભિયાન આદર્યું છે
મોરબી: લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવા માટે વાતોના વડા કરવાને બદલે ખરેખર કાર્ય કરવામાં આવે તો ચકલીની પ્રજાતિને બચાવી શકાય છે. આ વાતને મોરબીના યુવાનોના એક ગ્રૂપે પુરવાર કરી બતાવી છે. મોરબીમાં વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા યુવાનોએ ચકલી ઘર બનાવીને વિતરણ કરવાનું અભિયાન ચલાવ્યું છે. જેમાં આજે વિશ્વ ચકલી દિન નિમિત્તે હજારો ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ચકલી બચાવવા ચાર વર્ષથી બનાવે છે ચકલીઘર

લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવા માટેનું અભિયાન ચલાવવાનું મોરબીના મોહિતભાઈ ઘોડાસરા, તેમના મિત્રો ગજેન્દ્રસિંહ રાઠોડ અને જયપાલસિંહ જાદવ સહિતના યુવાન મિત્રોએ નક્કી કર્યું હતું. ત્યારબાદ બધાએ ભેગા મળીને ચકલી બચાવવાના અભિયાન માટે માટે લકી ગ્રૂપ નામની સંસ્થા બનાવી છે.   જેમાં આઠ યુવાનો છેલ્લા ચાર વર્ષથી ચકલી ઘર બનાવીને વિતરણ કરી રહ્યા છે. આસપાસના ગ્રામ્ય પંથકમાં તેમજ શહેરી વિસ્તારમાં ચકલીના ઘર બનાવીને ચકલીને બચાવવાનું સુંદર અભિયાન ચલાવી રહ્યા છે.

હજારો ચકલીઘર વહેંચ્યા, ગમે ત્યારે ચકલીઘર આપવાની નેમ

આજે વિશ્વ ચકલી દિન નિમિત્તે અગાઉથી જ તૈયારી કરીને રાત્રીના ઉજાગરા કરીને સંસ્થાના યુવાન મિત્રોએ 5 હજાર જેટલા ચકલી ઘર તૈયાર કર્યા હતા. જેનું આજે વિતરણ કરવામાં આવ્યું હતું. સામાકાંઠા વિસ્તારમાં યુવાન મિત્રોએ વિનામૂલ્યે નાગરિકોને હજારો ચકલીઘર ભેટ સ્વરૂપે આપીને અભિયાનને આગળ ધપાવ્યું છે. તેમજ પર્યાવરણપ્રેમી નાગરિકોને ગમે ત્યારે ચકલીઘર મળી રહેશે તેમ પણ જણાવ્યું હતું. 

ચકલીઘર વિતરણને લઈને કામ કરતાં યુવાનોની અન્ય તસવીરો... (તસવીરો: રવિ નિમાવત, મોરબી)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: save sparrow mission of 8 young man in morbi
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended