Home »Saurashtra »Latest News »Rajkot City» Rte Admission Guardian Hallabol At Deo Office Rajkot

રાજકોટ: RTEમાં બાળકોને ન મળ્યો પ્રવેશ, વાલીઓની DEO કચેરીમાં તોડફોડ

divyabhaskar.com | May 17, 2017, 08:18 AM IST

  • ડીઈઓ કચેરી ખાતે વાલીઓએ તોડફોડ કરી
રાજકોટ: આરટીઇ હેઠળ સોમવારથી પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો હતોમાં જેમાં કેટલાકના જ બાળકોને એડમિશન અપાતા વાલીઓ રોષે ભરાયા હતા. જિલ્લા  શિક્ષણ અધિકારીની કચેરી વાલીઓએ હલ્લાબોલ કરીને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં વાલીઓએ અધિકારીઓના ટેબલ પર ચડી ગયા હતા. ત્યારબાદ બોર્ડ સહિતના મિલકતની તોડફોડ કરી હતી.
 
રાજ્યમાં 81258 અરજીમાંથી 62419 માન્ય રખાઈ છે

 રાજ્યમાં આરટીઇ હેઠળ 81258 અરજીઓ આવી હતી જેમાંથી 62419 અરજીઓ માન્ય રાખી પ્રવેશ ફાળવવામાં આવ્યા હતાં. જેમાં રાજકોટમાં બાળકોને અલગ અલગ સ્કૂલમાં પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા.  જેને લઈને વાલીઓએ પોતાના બાળકોને પ્રવેશન ન મળતાં રોષે ભરાઈને ટોળા સ્વરૂપે ડીઈઓ કચેરીએ હલ્લાબોલ કર્યો હતો.

રાજકોટ જિલ્લામાં આરટીઈ હેઠળ પ્રવેશની કાર્યવાહી

પ્રવેશ ફાળવેલા તમામ વિદ્યાર્થીઓ આજથી ડીઇઓ અને ડીપીઓ દ્વારા અપાયેલો લેટર લઇ સબંધિત સ્કૂલમાં રજૂઆત કરશે. સ્કૂલ સંચાલકો કોઇ પણ સંજોગોમાં પ્રવેશ રદ કરશે તો વખતે કડક કાર્યવાહી કરવા પણ તાકીદ કરવામાં આવી છે. 

આગળની સ્લાઈડ્સ આરટીઈ અંતર્ગત પ્રવેશ ન મળતાં વાલીઓના ડીઈઓ કચેરી હલ્લાબોલની અન્ય તસવીરો (તસવીરો: રવિ ગોંડલિયા, રાજકોટ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: rte admission guardian hallabol at deo office rajkot
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended