Home »Saurashtra »Latest News »Rajkot City» Romantic NRI Old Man Comes With Different Woman At His Home In Rajkot

રાજકોટ: 4 લગ્ન કરનાર શોખીન NRI, જુદી-જુદી મહિલાઓને ઘરે લઇ જતો'તો

divyabhaskar.com | Jan 10, 2017, 11:07 AM IST

  • ચાર લગ્ન કરનાર પ્રૌઢ હિતેષ સાવલીયા
રાજકોટ:700 મહિલાઓને જુદી-જુદી સાઇટ મારફત લગ્નનો પ્રસ્તાવ મૂકી વિધવા-ત્યક્તાને ફસાવતા એનઆરઆઇ પ્રૌઢ સામે તેની વર્તમાન પત્ની અને ભોગ બનનાર ઉદયપુરની મહિલાએ ફરિયાદ નોંધાવતા તેનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે હોટેલ મેનેજર એનઆરઆઇ પ્રૌઢને ત્રણ દિવસના રિમાન્ડ પર લઇ તપાસ કરતા પ્રૌઢ તેની પત્નીની ગેરહાજરીમાં જુદી-જુદી મહિલાઓને ઘરે લાવતો હોવાનો પણ પોલીસ તપાસમાં ધડાકો થયો હતો.
 
પત્ની હયાત હોવા છતાં ઉદયપુરની મહિલા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી રાજકોટ બોલાવી હતી  

હિતેષ ભીખુ પટેલ (ઉ.વ.54) સામે રવિવારે ક્લાસ ટુ અધિકારી તેની પત્ની અને ઉદયપુરમાં રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. હિતેષે જુદી-જુદી સાઇટ પર પોતાની પ્રોફાઇલ મૂકી 700 મહિલાઓ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. હિતેષે ક્લાસ ટુ અધિકારી મહિલા સાથે ગત માર્ચ મહિનામાં લગ્ન કર્યા હતા. એટલું નહીં પત્ની હયાત હોવા છતાં ઉદયપુરની મહિલા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી રાજકોટ બોલાવી હતી અને પોતાના ઘરમાં એકલતા મળતાં અડપલાં કર્યાં હતા. 

કોર્ટે 3 દિવસના રિમાન્ડ પર હિતેષને જેલ હવાલે કર્યો
 
ઉદયપુરની મહિલા ઘટનાથી સમસમી ઊઠી હતી અને તેણે હિતેષ અંગે તપાસ કરતા અનેક સ્ફોટક વિગતો બહાર આવી હતી. ઉદયપુરની મહિલા અને હિતેષની વર્તમાન પત્નીએ મળી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને હિતેષને પકડાવ્યો હતો. પોલીસે ધરપકડ બાદ હિતેષ પટેલને સોમવારે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ પર હિતેષને પોલીસ હવાલે કર્યો હતો.
 
આગળની સ્લાઇડ્સ પોલીસે હિતેષના પાડોશીઓના નિવેદન નોંધતા કાળા કારનામાંબહાર આવ્યા હતા. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: romantic NRI old man comes with different woman at his home in rajkot
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended