Home »Saurashtra »Latest News »Rajkot City» Residential Area Human Embryos Found In Dhoraji

ધોરાજી: રહેણાંક વિસ્તારમાં માનવ ભ્રૂણ મળી આવ્યું, પોલીસ તપાસ શરૂ

Bharat Bagda, Dhoraji | Mar 20, 2017, 21:49 PM IST

  • ધોરાજીના રહેણાંક વિસ્તાર પાસે માનવ ભ્રૂણ મળી આવ્યું હતું
ધોરાજી: ધોરાજી શહેરના વોંકળા કાંઠા વિસ્તારમાં માનવ ભ્રૂણ હોવાની માહિતી પોલીસને કોઈએ કરી હતી. જેના પગલે પોલીસે ભ્રૂણ કબજે કરી તેનું પીએમ કરાવીને આગળની તપાસ હાથ ધરી હતી. માનવ ભ્રૂણ મળતાં રહેણાંક વિસ્તારમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું. અધૂરા માસે બાળક જન્મ્યું હશે કે ભ્રૂણ હત્યા કરવામાં આવી હશે એ પ્રકારની લોકોમાં ચર્ચા થઈ રહી હતી.

માનવ ભ્રૂણ મળવા બાબતે 

મૃત માનવ ભ્રૂણ મળ્યા બાબતે પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ધોરાજીના વોંકળા કાંઠા વ્હોરા જમાત ખાનાની સામેના રહેણાંક વિસ્તારની શેરીમા માનવ ભ્રૂણ પડ્યું હતું. જેને લઈને લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં. તેમાંથી કોઈએ પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટાફના પ્રવિણસિંહ જાડેજા, નિરૂભા વાળા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ભ્રૂણ કબજે કરીને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપ્યો હતો.

અજાણી મહિલાએ ભ્રૂણ ફેંક્યું હોવાની ચર્ચા

શહેરમાં અજાણી મહિલાએ પાંચેક માસના માનવ ભ્રૂણને જાહેર રહેણાંક વિસ્તારમા ફેંકી દીધું હોવાના બનાવે શહેરભરમાં ચકચાર મચી છે.  જેને લઈને મહિલા પ્રત્ય ધૂતકારની લાગણી જોવા મળી રહી છે. જ્યારે પોલીસે આ બનાવમા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી અને વધુ તપાસ આરંભી છે.

આગળની સ્લાઈડ્સ માનવ ભ્રૂણ મળ્યાની ઘટનાની અન્ય તસવીરો (તસવીરો: ભરત બગડા, ધોરાજી)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: residential area Human embryos found in dhoraji
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended