Home »Saurashtra »Latest News »Rajkot City» Reserve Bank Of India And Income Tax Department Survey In 2 Co Operative Bank Of Rajkot

રાજકોટ: નોટબંધીમાં નાણાંકીય વ્યવહારની 3 સહકારી બેંકમાં RBI - ITની તપાસ

Alpesh Ranpariya, Rajkot | Jan 11, 2017, 17:04 PM IST

રાજકોટ: નોટબંધી દરમિયાન  બેંકની કામગીરી શંકાસ્પદ રહેતા આવક વેરા વિભાગ તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ટીમ તપાસ કરી રહી છે. રિઝર્વ બેંકની ત્રણ ટીમે રાજકોટની ત્રણ સહકારી બેંક ધરતી બેંક, વિજય બેંક અને કોમર્શિયલ કો ઓપરેટીવમાં તપાસ હાથ ધરી છે. રિઝર્વ બેંકના અધિકારીઓ તપાસ માટે દોડી આવતા આવક વેરા વિભાગની ટીમે પણ 500 અને 1000ના દરની જે ખાતામાં મોટા પ્રમાણમાં રકમ જમા થઇ હોય તેની વિગતો માંગી છે.
 
રિઝર્બ બેંક સહકારી બેંકમાં વર્ષે એક કે બેવાર ઈન્સ્પેક્શન કરે છે

પીપલ્સ કો ઓપરેટીવ બેંક, વિજય કોમર્શિયલ કો ઓપરેટીવ બેંક અને ધરતી કો ઓપરેટિવ બેંકમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ટીમે તપાસ હાથ ધરી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રિઝર્વ બેંકના અધિકારીઓ તમામ સહકારી બેંકમાં વર્ષમાં એક કે બે વખત ઇન્સ્પેકશન કરવા માટે આવતા હોય છે.
 

ગાઈડલાઈનનું પાલન થયું કે નહીં તેની તપાસ
 
નોટબંધી દરમિયાન સહકારી બેંકોમાં જુની નોટોની હેરાફેરી થઇ હોવાના અહેવાલના પગલે રિઝર્વ બેંકના અધિકારીઓએ નોટબંધીના 50 દિવસ દરમિયાન ત્રણેય સહકારી બેંકોમાં રિઝર્વ બેંકની ગાઇડ લાઇનનું પાલન થયું છે કે નહીં તેની તપાસ કરી રહ્યા છે. 

આગળની સ્લાઈડ્સ રાજકોટ આઈટી વિભાગે પણ વિગત માંગી
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: reserve bank of india and income tax department survey in 2 co operative bank of rajkot
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended