Home »Saurashtra »Latest News »Rajkot City» Ravindra Jadejas 71 Run Captain Innings Jamnagar Win District Level t20 Championship

રવિન્દ્ર જાડેજાની 71 રનની કેપ્ટન ઈનિંગ, જામનગર બન્યું T-20 ચેમ્પિન

divyabhaskar.com | Jan 09, 2017, 11:50 AM IST

  • મેચ જીત ટ્રોફી લઈ રહેલો રવિન્દ્ર જાડેજા
રાજકોટ: રાજકોટના એસસીએ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ટી-20 ફાઇનલ જામનગર જિલ્લાની ટીમે રવિન્દ્ર જાડેજાના તોફાની 71 રનની કેપ્ટન ઇનિંગની મદદથી રેલવેની હરાવી જીતી લીધી હતી.  જામનગર જિલ્લાએ 137 રનના જવાબમાં 17.1 ઓવરમાં જ 3 ગુમાવી લક્ષ્ય હાંસલ કરીને જિલ્લા કક્ષાની મેચને જીતી લીધી હતી.

રેલવેએ ટોચ જીતી પહેલા દાવ લીધો હતો

રેલવેએ ટોસ જીતી પ્રથમ બેટિંગ લઇને આઠ વિકેટે 137 રન નોંધાવ્યા હતા. જેમા પ્રેરક માંકડના 29, સાહીલ કારથિયાના 21 અને હાર્દિક રાઠોડના અણનમ 7 બોલમાં 17 રન મુખ્ય હતા. મહેન્દ્ર ચૌહાણ અને મહેન્દ્ર જેઠવાએ બબ્બે વિકેટો ઝડપી હતી. 

જામનગર વતી રવિન્દ્ર, અંકિત પટેલ અને વિશ્વજીતે રન ખડક્યા

જામનગરે 17.1 ઓવરમાં 3 વિકેટના ભોગે 140 રન નોંધાવ્યા હતા.રવિન્દ્ર જાડેજાના 42 દડામાં 71 રન ઉપરાંત અંકિત પટેલના 29 રન અને વિશ્વજીત જાડેજાના 21 રન મુખ્ય હતા.જામનગરના અજિતસિંહ પેવેલિયનમાં ટીમના ખેલાડીઓ અને કોચ દ્વારા ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.

આગળની સ્લાઈડ્સ જિલ્લા લેવલની મેચમાં રવિન્દ્રની કેપ્ટન ઈનિંગ અને અન્ય તસવીરો (તસવીરો: હિરેન હિરપરા, જામનગર)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ravindra jadejas 71 run captain innings jamnagar win district level t20 championship
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended